સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 20th January 2022

મીઠાપુરમાં ધીંગાણુ કરવા નીકળેલા ર૬ શખ્‍સોને જેલ હવાલે કરાયા

અદાલતમાં રજુ કરી દેતા વિડીયો કોન્‍ફરન્‍સ મારફતે પોલીસ તરફી ચુકાદો

જામખંભાળીયા, તા., ર૦: મીઠાપુર નજીકની પાડલી ગ્રામ પંચાયતની યોજાઇ ગયેલી ચુંટણી સંદર્ભે ચાલી રહેલા આંતરીક  સખળ-ડખળ તથા મનદુઃખ સંદર્ભે બે જુથો વચ્‍ચે સશષા જુથ અથડામણ સર્જવા મંગળવારે આ બંને જુથના તેર-તેર સભ્‍યો હથીયારો લઇને બાઇક પર નીકળી પડયા હતા. જે સંદર્ભેની બાતમી પોલીસને મળી જતા સમયસર દેવપરા ગામ નજીકથી પસાર થઇ રહેલા લાલુભા સાજાભા સુમણીયા,રાજેશભા માલાભા સુમણીયા, ભુટાભા રાજમલભા સુમણીયા, સાજાભા,માનસંગભા સુમણીયા, લુણાભા હનુભા સુમણીયા, વનરાજભા પાલાભા સુમણીયા, હાજાભાપાલાભા સુમણીયા, માનસંગભા ઘાંઘાભા માણેક, સોમભા કાયાભા માણેક, રાયદેભા ટપુભા કેર, પેથાભા નાથાભા માણેક, પન્નામલભા રણમલભા માણેક, જગદીશભા હનુભા સુમણીયા, રાજાભા દેવીસંગભા સુમણીયા, ડાડુભા દેવીસંગભા સુમણીયા, ખેતાભા દેવીસંગભા સુમણીયા, વનરાજસિંહ બાલુભા વાઢેર, એભાભા વીરાભા સુમણીયા, હિતેશસિંહ બાલુભા વાઢેર, સહદેવસિંહ ગુમાનસિંહ વાઢેર, સાગરભા પન્નામલભા માણેક, અજાભા રૂખડભા માણેક, વનરાજભા લઘુભા  માણેક, સાજાભા પોલાભા કેર, કમલેશભા માંડણભા માણેક અને નાનાભા બાલુભા સુમણીયા નામના કુલ ર૬ શખ્‍સોને મીઠાપુરના પીઆઇ જી.આર.ગઢવી તથા સ્‍ટાફ દ્વારા દબોચી લેવામાં આવ્‍યા હતા.
આ શખ્‍સો પાસેથી પોલીસે ધોકા, કુહાડી, પાઇપ સહીતના જીવલેણ હથીયારો કબ્‍જે કરી જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધ્‍યો હતો. આ શખ્‍સોને તપાસનીસ અધિકારી પીઆઇ જી.આર.ગઢવી દ્વારા ગઇકાલે બુધવારે સાંજે ઓખાની અદાલતમાં રજુ કરી વિડીયો કોન્‍ફરન્‍સ મારફતે વિવિધ દલીલો રજુ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા અદાલત સમક્ષ જણાવ્‍યા મુજબ જો આ શખ્‍સોને જામીન આપવામાં આવશે તો પુનઃ ધીંગાણુ સર્જાવાની દહેશત રહેલી છે.
આ દલીલોને ધ્‍યાને લઇ અદાલતે આરોપીઓને જેલ હવાલે કરવા હુકમ કર્યો છે. જેના અનુસંધાને આરોપીઓને જામનગર  જીલ્લા જેલ ખાતે મોકલવા અંગેની કામગીરી પીઆઇ જી.આર.ગઢવી તથા સ્‍ટાફ દ્વારા કરવામાં આવી હતી.

 

(11:17 am IST)