સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 20th January 2022

પોરબંદરમાં કોરોનાના કેસોએ ફીફટી વટાવીઃ નવા પપ કેસઃ અઠવાડીયામાં કુલ ૧૪૩ કોરોના કેસ

તબીબોના મતે કોરોનાનો નવો વેરીએન્ટ વાઇરસ ગળાથી નીચે જતો ન હોય મોટાભાગના દર્દીઓની ઘેર સારવારઃ સિવિલ હોસ્પીટલમાં કોરોનાના ૩ દર્દીઓ સારવારમાં

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૨૦: શહેર જીલ્લામાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા રેકર્ડ બ્રેક પ૦ કેસો ઉપર પહોંચી ગઇ છે. છેલ્લા ર૪ કલાકમાં કોરોના પોઝીટીવના નવા પપ કેસ આવ્યા છે.

ગઇકાલે સાંજે ૭પ૦ વ્યકિતઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં પપ વ્યકિતઓનો કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યા છે. જીલ્લામાં એક અઠવાડીયામાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૧૪૩ થઇ છે.

તબીબોના જણાવ્યા મુજબ કોરોનાનો નવો વાઇરસ ગળાથી નીચે ફેફસા સુધી જતો ન હોય કોરોના પોઝીટીવ દર્દીઓમાંથી મોટાભાગના દર્દીઓને નિયમીત દવા આપી ઘેર સારવાર અપાય છે. સિવિલ હોસ્પીટલમાં   હાલ કોરોનાના ૩ દર્દીઓ સારવારમાં છે. જીલ્લામાં હોમ આઇસોલેશનમાં ૧૪૦ વ્યકિતઓ છે. શહેરના ૮૧ વર્ષના ડો.સુરેશભાઇએ જણાવેલ કે તેમણે કોરોનાની બંને વેકસીન લીધી છે. છતા તેમને કોરોના સંક્રમણ લાગ્યું હતું. નવા કોરોના વેરીએન્ટ નબળો હોય તેમને હોસ્પીટલમાં દાખલ થવુ પડયુ નથી. ઘેર નિયમીત દવા લઇ રહેલ છું.

(12:45 pm IST)