સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 20th January 2022

પોરબંદરમાં પર્યાવરણ જાળવણી માટેનો લાખો રૂપીયાનો ખર્ચ પાણીમાં ?: શહેરને હરીયાળુ બનાવવાની માત્ર વાતો

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૯: ભારત સ્વતંત્ર થયા પછી પરિસ્થિતિમાં પરિવર્તન આવતા કુદરતી વનસ્પતી વૃક્ષોનું છેદન થવા લાગ્યું અને જંગલ અદ્રશ્ય થવા લાગ્યા સરકારી પડતર ખુલ્લી ખરાબાની જમીન ગૌચર અદ્રશ્ય થવા લાગ્યું. વિકાસના નામે ઉદ્યોગને જમીન અપાવવામાં આવી તો કેટલાક માથાભારે તત્વોએ પેશકદમી સાથે અનઅધિકૃત  સરકારી પડતર ખુલ્લી ખરાબાની જમીન ગૌચરની જમીનો  માથા ભારે ભૂમાફીયાઓનો અનઅધિકૃત કબજો ઉભો છે.

ઉદ્યોગના હેતુ માટે કે અન્ય હેતુ માટે સરકાર દ્વારા આપવામાં આવતી જમીન પર અમુક ચોક્કસ શરતોને આધીન લીઝ પટ્ટા પર આપવામાં આવતી અને હાલ પણ અપાય છે તેની કિંમત પણ વસુલાય છે તે સાથે ઉદ્યોગપતિ કે અન્ય હેતુ માટે અપાતી જમીન લીઝની રકમ ઉપરાંત સરકારી મહેસુલ ભરપાઇ કરવાનું રહે છે. જો કે ઉદ્યોગપતિ અન્ય હેતુના વપરાશ માટે મેળવનાર વ્યકિત કે સંસ્થાઓ પણ કમ નથી. મીલી ભગતની સંજ્ઞામાં ઇશારે કાંઇક મેળવે છે તેવી ચર્ચા છે.

ભારત આઝાદ થયું પ્રથમ ચંુટણી સને ૧૯પ૧-પર પછી શાસન પ્રજાજનોના મતથી ચુંટાયેલા પ્રતિનિધિઓના હાથમાં આવ્યું અને ૧૯૭૦ સુધી જે ભારત હિન્દુસ્તાન સ્વતંત્ર થયાની ખુમારી આઝાદીની લડત, ગાંધી વિચારધારા તેમના સિધ્ધાંતો નિષ્ઠાનો જે ધ્રુજારો રહયો અને ૧૯૭૧ પછી જે પરિસ્થિતિ નિર્માણ સાથે સર્જન થયું તે સને ૧૯૮૦-૮૧ની સાલ બાદ સંપુર્ણ પરીવર્તન આવ્યું. પર્યાવરણ જીવંત રાખવા કૃષિ (ખેતી)ને જીવંત રાખવા ઘર આંગણે પણ પર્યાવરણ રહે તે માટે સને ૧૯પર-પ૩ની સાલમાં માધ્યમીક-પ્રાથમીક શાળાઓ જે ખુલ્લા મેદાન ધરાવતી ત્યાં વનમહોતસવનો પ્રારંભ કર્યો. ઘર આંગણે કુડામાં કુલ શુશોભન વૃક્ષો તથા ખુલ્લા ઘર આંગણની વાડાની જગ્યાઓ તથા ખુલ્લા આંગણામાં શાક-બકાલાના વાવેતરની શરૂઆત કરાવી માધ્યમીક શાળામાં બાગાયત વિષય દાખલ કરવામાં આવ્યો. દર અઠવાડીયે એક પીરીયડ ૩પ થી ૪૦ મીનીટનો બાગાયતનો લેવામાં આવતો શાળાના કંમ્પાઉન્ડમાં ફળ ફુલનું વાવેતર કરાવવામાં આવતુ શાળાની શોભામાં અભિવૃધ્ધીથી શુધ્ધ ઓકસીજન પણ મળવામાં રાહત વાતાવરણ શુધ્ધતાઇ ખાસ કરીને વાવેતરમાં લીમડો વટવૃક્ષો પીપળો અન્ય ફુલો કરેણ બીજા અન્ય જાતના ફુલ શોભામાં અભિવૃધ્ધી કરનારી ફુલોની વોર નાળીયેરી શરૂ યાને જીરાનું વાવેતર કરાવવામાં આવતુ જમીન ખારાશ રોકાતી નાળીયેરીની ઉચાઇ ૩૦ થી ૪૦ ફુટના  વાવેતરની રહેતી તેના મુળીયા ટુંકુ પણ જમીન સાથે ઝકડાઇને રહેતા શરૂ ઝરીના પાનના બદલે લાંબી લીલી સળી થતી લાંબી સરી પાન તોડો પાછી ફીટ થઇ શકે. સ્વ.રાજવી નટવરસિંહજીના બંગલાની બાજુમાં પુર્વ દક્ષિણે ઝુરી બાગ આવેલ હતો. જે ખારાશ રોકતો શહેરના જાહેર બગીચાઓમાં ક્ષેત્રમાં જગ્યા વિશાળ હોય તે શાળામાં શરૂ ઝુરી અને નાળીયેરીનું વાવેતર કરવામાં આવેલ.

ભાવસિંહજી હાઇસકુલમાં શરૂ ઝુરી સાથે નાળીયેરીનું હતું. નાની એવી વન હતુ઼. જાહેર ક્ષેત્રના બગીચાઓમાં શરૂ ઝુરી નાયળીયેરીનું વાવેતર કરવામાં આવતું. ત્રવડાબાગ આજનો કમલા બાગ, ભાવસિંહજી પાર્ક યાને રાણીબાગ જાહેર રાજમાર્ગ યુગાન્ડા રોડ, વાડીયા રોડ, પોરબંદરની હજુર કોર્ટ આ ઉપરાંત તાડાના ઝાડ નરમાદામાં હતા. આ ઝાડ  ૪૦ થી પ૦ ફુટની ઉંચાઇ ધરાવતા, વાણીયાવાડ, વિસ્તારમાં આવેલ ધોબીવાડમાં બાબા ચીનગીશાહની દરગાહમાં હાઇવે રોડ પોરબંદર રાજકોટ અમદાવાદ શીલગુડી જુના ફુવારાથી આશરે ૧૦૦ ફુટ પુર્વે સ્વ. શેઠશ્રી નાનજીભાઇ કાલીદાસ મહેતા તેમજ માધવાણી બંગલાની ફુટપાથ પ્રવેશ બાગ રાજવાડીમાં તાડના વૃક્ષો હતા.

શહેરના રાજમારગો એમ.જી.રોડ નવા પાડાથી કડીયા પ્લોટના નાકા સુધી જુની હજુર કોર્ટ પાછળ ગોપનાથ પ્લોટથી જુની પોલીસ લાઇન સુધી પીપરી, પારસ, પીપડો, લીમડો, વૃટવૃક્ષ વાવેલ.

શહેરના રાજમાર્ગોએમ.જી.રોડ નવા પાડાથી કડીયા પ્લોટના નાકા સુધી ુની હજુર કોર્ટ પાછળ ગોપનાથ પ્લોટથી જુની પોલીસ લાઇન સુધી પીપરી પારસ પીપડો લીમડો વૃટવૃક્ષ પીપળ વૃક્ષો વાવેલ હતા. એમ.જી.રોડ પર જુના ફુવારા પોલીસ લાઇન રુપાળીબા તળાવ હાલ બુરીને રૂપાળીબા ગાર્ડન રોડ વચ્ચેની સામસામી ફુટપાથ પર પારસ પીપળો પીપર વૃટવૃક્ષ સુદામા ચોક વિગેરે વિસ્તારમાં વૃક્ષો વાવેલ ખારાશ રોકવા કર્લી ખાડી જયુબેલી ખાડી યાને અસ્માવતી નદીના પટ્ટમાં તવેરીયા યાને ચંદન વૃક્ષોનું જંગલ ભદ્રકાલી રોડ સ્વામી વિવેકાનંદ યાને એસ.ટી. રોડ હજુર કોર્ટ રાણીબાગ મામા કોઠા, હરીશ રોકાઝ સુલતાની બાગ સુદામા મંદિર વિગેરેમાં શરૂ યાને ઝુરી નાળીયેરના વૃક્ષો વટવૃક્ષો હતા.

સુલતાન બાગ સંપુર્ણનાશ થઇ ગયો તેજમીન પર હરીશ ટોકીઝ સાકાર થયેલ તે પણ જમીનદસ્ત કરી નાખેલ છે. ખુલ્લી પટ રહયો છે.

પ્લોટમાં શાક મારકેટ બનાવવામાં આવેલ છે. ચોખ્ખી રીતે અનામત જગ્યા ભુલકાઓનું બાલ ક્રિડાંગણની છે તે નગર પાલીકાએ ભુલકાઓની ઝુંટવી લીધી શરત ભંગ ચોખ્ખી આવે છે. નવા કાયદા મુજબ લેન્ડ ગ્રેબલીંગ એકટમાં આવી જાય છે.

ચોમાસા વર્ષા ઋતુ દરમ્યાન વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવે છે. શાળા-કોલેજો જાહેર ક્ષેત્રની સરકારી કચેરીમાં જાહેર સંસ્થાઓ, સ્થાનીક સ્વરાજની સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ પર્યાવરણની પ્રેરણાને માટે વૃક્ષારોપણનું નાટક ભજવાય છે. સમારંભો પાછળ અગણીત મોટી રકમના ખરચા કરવામાં આવે છે. વૃક્ષારોપણ કર્યા વાવેલ વૃક્ષોના ઉચ્ચેર માટે ધ્યાન આપવામાં આવતુ નથી. વન સંરક્ષણ વિભાગ જંગલ વાવવામાં આવે છે. તેનો ખર્ચ ઉચ્ચ ખરચ આંકડા  દિગમુઢ કરી દીયે છે. જંગલો ઉભા કરાતા હોય વાવેતર થતુ હોય વગડા ઉજળા કેમ રહે છે. જાહેર ક્ષેત્રના રાજમારગો પણ વૃક્ષોના ઝુંડ જોવા મળતા નથી. અમુક વિસ્તાર અમુક મીટરના અંતર સુધી વૃક્ષોનું વાવેતર જોવા મળે ઉજ્જડ. લગભગ ચાર પાંચ વરસ પહેલા વૃજનીધી દ્વારા જાહેર રાજમારગ વાવેતર થયુ ટ્રી ગાર્ડ યાને વૃક્ષનું રક્ષણ કરતા પાંજરા ફીટ કરાવા તેમના માત્ર દશ ટકા વૃક્ષો ઉચ્છેર થયો છે.

જુનો રાજમહેલ હવા મહેલની નજીક કોઠા પાસેથી ચોબારી યાને લીલા નાળીયેરનું વન હતું સમુદ્ર કિનારા ઉપર હતુ. આશરે ૪૦૦ ચારસો જેટલી લીલી નાળીયેરી હતી. આખુ વન ઉજ્જડ કરી નાખ્યુ કોઇ ચિત્હ રહયું નથી. બિરલા ફેકટરીને તેનો કરાર ઠાલવવા  તથા કવોરીના માલ ખનીજ સંપતી માટે જગ્યા આપી દીધી. પ્રજાજનોને અંધારામાં રાખવા આ નાળીયેરનું વન સમુદ્ર કિનારા પર આવેલ. વાવ રતનપર  પ પાંચ માઇલ સેન કે તેથી આગળ હતું. લોહાણા સદ્ગૃહસ્થ ખેરાજ બાપા ઇજારાદાર હતા. રાજય હસ્તકની તમામ સરકારી બગીચા જાહેર રોડ પરના વૃક્ષોના ફળફુલ ઇજારાદાર હતા. પોરબંદરના સ્વરાજવીઓની દીર્ઘદ્રષ્ટિ હતી. મોટાભાગની જમીનમાં ખારાશ તેમજ ભેજમાં પણ ખારાશનું પ્રમાણ યાને ક્ષરનું પ્રમાણ વધુ રહેતું હોય તેને અટકાવવા માટે ઝુરી યાને શરૂ નાળીયેરી વૃટવૃક્ષ પીપળો, પીપર પારસ પીળો ખારી વેલના વાવેતર કરી ખાર યાને ખારાશ અટકાવવામાં અવાતી. શહેરના યુગયાન્ડા રોડ વાડીયા રોડ વાડી પ્લોટ ભોમેશ્વર ભટકેશ્વર પ્લોટ વિગેરે વિસ્તારમાં આવેલ બંગલા કે રહેણાંક મકાનમાં નાળીયેરી વૃક્ષો જોવા મળશે. હાલ નાળીયેરીની જાતમાં સુધારો આવેલ છે.

(12:46 pm IST)