News of Thursday, 20th January 2022
વેરાવળ તાલુકાના આજોઠા ગામની બાજુમાં બોલેરા ગાડીના ચાલકનું મૃત્યુ
વેરાવળ /પ્રભાસ પાટણ, તા. ર૦ : વેરાવળ તાલુકાના આજોઠા ગામે રાત્રીના સમયે એક બોલેરા ગાડી GJ 14, x 3767 નંબરની આજોઠા ગામની બાજુમા હાઈવે રોડની કામગીરી ચાલતી હોવાથી ધુળના ઢગલા ઉપર ચડી જતા ચાલક વાસોદ ગામના અલ્પેશ ધીરૂ કામળીયા મૃત્યુ પામેલા છે આ બનાવ રાત્રીના ત્રણ કલાકના અરસામાં બનેલ છે આ બનાવ ની જાણ થતા રાકેશભાઈ હરસુખ કામળીયાએ પ્રભાસ પાટણ પોલીસમા ફરીયાદ નોંધાવેલ આ બનાવની વધુ તપાસ પ્રભાસ પાટણ પોલીસ દ્વારા કરવામાં આવી રહેલ છે.
(1:18 pm IST)