સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 20th January 2022

જુનાગઢ જિલ્લાના ૭૩ શિક્ષણ સહાયકોને પ્રથમ માસથી જ પુરા પગારનો લાભ મળશેઃ ડેટા ઇન્ડક્ષ બીને પહોંચતો કરતા ઉપાધ્યાયની કામગીરી બિરદાવી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૦ જુનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી આર. એસ. ઉપાધ્યાય દ્વારા જુનાગઢ જિલ્લામાં ર૦૧૬ માં ભરતી થયેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયકોને કેમ્પ મારફતે પુરા પગારના હુકમો આપવામાં આવેલ.

તે તથા જાન્યુઆરી માસમાં આવેલ એક  નવી દરખાસ્ત સહિત ૭૩ શિક્ષક ભાઇ-બહેનો ને ચાલુ માસથી પુરા પગાર ભથ્થા નો ડેટા શ્રી ઉપાધ્યાય તરફથી ઇન્ડક્ષ બીને ગઇકાલે પહોંચતો કરી આપેલ છે. જેથી તમામ સારસ્વત મિત્રોને પાંચ વર્ષ પુરા થયાના પ્રથમ માસથી પુરા પગારનો લાભ મળતો થશે. આ કામગીરીના સાક્ષી બનનાર જિલ્લાના તમામ સંઘના પદાધિકારી તેમજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના ઇ.આઇ. રણવિરસિંહ પરમાર તથા એલવી કરમટા સહિતના અધિકારી કર્મચારીઓને શ્રી ઉપાધ્યાય એ ધન્યવાદ આપ્યા હતા આત્વરીત કામગીરીક રવા બદલ શ્રી ઉપાધ્યાયને જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ વેજાભાઇ પીઠીયા તથા જિલ્લા માધ્યમિક શિક્ષણ સંઘના પ્રમુખ નિલેશભાઇ સોનારા સહિતના એ આભાર વ્યકત કર્યો હતો અને અભિનંદન પાઠવ્યા હતા. અને જણાવ્યું હતું કે ઘણી બધી સંસ્થા દ્વારા પૂર્ણ ડેટા પુરા કરેલ નથી છતાં આપના દ્વારા ખુબ જ ઝડપી અને આપેલ વચન પ્રમાણે તાત્કાલીક કાર્ય કરવા બદલ દિલથી આભાર માનેલ.

(1:12 pm IST)