સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 20th January 2022

કેશોદ પાસેના અગતરાય ગામે જેટકોના સબ સ્ટેશનમાંથી રૂ.૧૮.૮૮ લાખનો વિદેશી દારૂ પકડાયો

એક શખ્સની રૂ. ૧૯ લાખના મુદામાલ સાથે ધરપકડ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૨૦: કેશોદ પાસેના અગતરાય ગામે આવેલ જેટકોના સબ સ્ટેશનમાંથી ક્રાઇમ બ્રાંચે રૂ.૧૮.૮૮ લાખનો વિદેશી દારૂ તેમજ બીયરનો જથ્થો પકડી પાડી એક શખ્સની રૂ.૧૯ લાખથી વધુના મુદામાલ સાથે ધરપકડ કરી હોવાનું જાણવા મળેલ છે.

કેશોદ તાલુકાના અગતરાય ગામે આવેલ જેટકોના સબ સ્ટેશનમાં મોટા જથ્થામાં વિદેશી દારૂ ઉતારવામાં આવ્યો હોવાની બાતમી મળતા જુનાગઢ ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ કે.ડી.વાળા સહીતના સ્ટાફે વહેલી સવારે દરોડો પાડયો હતો.

આ કાર્યવાહીમાં વીજ સબ સ્ટેશનમાંથી રૂ. ૧૮,૮૮,૮૦૦ની કિંમતનો ૯૬૭ર  બોટલ ઇંગ્લીશ દારૂ અને બીયરના ટીનનો જથ્થો મળી આવતા કબ્જે કરાયો હતો.

આ બારામાં સ્થળ ઉપરથી કેશોદના ગંગનાથપરામાં રહેતો સંજય ભરત વાસણ નામના શખ્સની ધરપકડ કરી ક્રાઇમ બ્રાંચે વિદેશી દારૂ અને રૂ. ૧૦ હજારની કિંમતો મોબાઇલ ફોન સહિત કુલ રૂ. ૧૮,૯૮,૮૦૦ ની કિંમતો મુદ્દામાલ કબ્જે કરી સંજય વાસણ તેમજ અગતરાયનો કાસમ રફીક ગામેતી અને વંથલીના ટીકર ગામનો રફીક ઉર્ફે ભોણીયા ઇસ્માલ સાંધ અને અનય શખ્સો સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. વિશેષ તપાસ કેશોદના પીઆઇ એન. બી. ચૌહાણ ચલાવી રહ્યા છે.

(1:12 pm IST)