લોધીકા પાસે કુતરૂ આડુ ઉતરતા ત્રિપલ સ્વારી
બાઇક નાલામાં ખાબકયુઃ એકનું મોતઃ બેને ઇજા
રાજકોટ, તા., ૨૦ : લોધીકાના નવી મેંગણી પાસે કુતરૂ આડુ ઉતરતા ત્રિપલ સવારી બાઇક સ્લીપ થઇ નાલામાં ખાબકતા એકનું મોત થયું હતું. જયારે અન્ય બેને ઇજા થઇ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના વાળધરી ગામે પંકજભાઇ ભાલીયાની વાડીએ રહેતો સુર્યકાંત ઉર્ફે સુરેશ કનુભાઇ આદીવાસી બાઇક નં. જીજે ૧ર એએચ ૧૮૭૯માં અલ્પેશકુમાર આદીવાસી તથા પ્રકાશભાઇ સાથે ત્રિપલ સ્વારીમાં જતા હતા ત્યારે નવી બંગલી પાસે વળાંકમાં કુતરૂ આડુ ઉતરતા બાઇક સ્લીપ થઇ નાલા નીચે ખાબકતા બાઇક પાછળ બેઠેલ પ્રકાશભાઇને માથામાં ગંભીર ઇજા થતા ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. જયારે બાઇક સ્વાર સુર્યકાન્ત તથા પાછળ બેઠેલ અલ્પેશકુમાર આદીવાસીને ઇજા થતા સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાયેલ છે.આ બનાવ અંગે ઇજાગ્રસ્ત અલ્પેશકુમારની ફરીયાદ ઉપરથી લોધીકા પોલીસે બાઇક ચાલાક સુર્યકાંત સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.