સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 20th January 2023

વિસાવદર પ્રાંત અધિકારીની આખરે બિલખા પોલીસે સાત દિ' બાદ ફરિયાદ નોંધી : કાર્યક્ષેત્રના મુદ્દે વિલંબનુ તારણ

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૨૦ : વિસાવદર-બિલખામા રેશનીંગના અનાજનો ગેરકાયદેસર વેપાર કરવાના આરોપસર પ્રાંત અધિકારી કિર્તન રાઠોડે દરોડા પાડી અંદાજે પાંચ લાખના જથ્‍થા સાથેના ગોડાઉનો સીઝ કર્યા હતા.આ કાર્યવાહી દરમિયાન બિલખા ખાતે હુમલાના પ્રયાસ અંગે પ્રાંત અધિકારીએ બિલખા પોલીસ સ્‍ટેશનમા ફરિયાદ આપેલ પરંતુ કહેવાય છે કે, કાર્યક્ષેત્રના મુદ્દે ફરિયાદ લેવામા વિલંબ થયેલ.અત્‍યારે જાણવા મળતી માહિતી મુજબ સાત દિ'એ આ ફરિયાદ નોંધાઈ છે.

(1:41 pm IST)