સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 20th January 2023

સાવરકુંડલા એસ. વી. દોશી ગર્લ્‍સ હાઇસ્‍ુલમાં ત્રિવિધ સન્‍માન કાર્યક્રમ

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા તા. ર૦ :.. શ્રી એસ. વી. દોશી ગર્લ્‍સ હાઇસ્‍કુલ સાવરકુંડલામાં ત્રિવિધ સન્‍માન સમારંભ યોજાયો હતો.

જેમાં ટ્રસ્‍ટનાં ટ્રસ્‍ટી કનુભાઇ ગેડીયા અમરેકીનાનાં પ્રવાસેથી આવતા શાળા પરિવાર વતી પ્રીન્‍સીપાલ શ્રી વર્ષાબેન એન. ખખ્‍ખરે તેમનું પુષ્‍પગુચ્‍છ અર્પણ કરી સ્‍વાગત કરેલ તથા ગેડીયાભાઇને અમેરિકા પ્રવાસ અને ત્‍યાં તેમને સ્‍વામીનારાયણ મંદિર તરફથી મળેલ સન્‍માનની શાબ્‍દીક શુભેચ્‍છા પાઠવેલ હતી.

શાળાનાં અંગ્રેજી વિષયનાં શિક્ષક આશિષભાઇ એમ. જોશી દ્વારા અમરેલી મુકામે ગુજરાત રાજય શૈક્ષણીક તાલીમ અને સંશોધન વિભાગ ગાંધીનગર પ્રેરીત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન આયોજીત જિલ્લા કક્ષાનો એજયુકેશન ઇનોવેશન ફેસ્‍ટીવલ ર૦ર૩ અમરેલી મુકામે ખેડૂત તાલીમ કેન્‍દ્રમાં યોજાયો હતો. આ બે દિવસીય કાર્યક્રમમાં પ્રાથમિક તથા માધ્‍યમિક કક્ષાનાં ૬૮ ઇનોવેટેડ શિક્ષકોએ પોતાની કૃતિઓ રજૂ કરેલ હતી. જેમાં માધ્‍યમિક કક્ષામાં આશિષભાઇ એ રજૂ કરેલ ઇનોવેટીલ કૃતિ ‘મેજીક સ્‍પર્શ' ને પ્રથમ ક્રમાંકે પ્રાપ્ત થયેલ તેમને આગામી મહીને યોજાનાર રાજય કક્ષાનાં એજયુકેશન ઇનોવેશન ફેસ્‍ટિવલમાં પણ વિજેતા બની શાળા પરીવારનું ગૌરવ વધારે તેવી શુભેચ્‍છા ટ્રસ્‍ટ મંડળ તથા શાળા પરિવાર દ્વારા પાઠવવામાં આવેલ.

આ ત્રિવિધ કાર્યક્રમનું સંચાલન શ્રી પ્રકાશભાઇ જાની દ્વારા કરવામાં આવેલ આ પ્રસંગે ઉપપ્રમુખશ્રી મુકુંદભાઇ નાગ્રેચાએ શાબ્‍દીક શુભેચ્‍છા વ્‍યકત કરેલ. મેનેજીંગ ટ્રસ્‍ટી શ્રી જયંતિભાઇ વાટલીયાએ શાળાનું ગૌરવ વધારવા બદલ આશિષભાઇ જોષીને શુભેચ્‍છા આપી તથા નિલેશભાઇને આવકારતા પોતાનો રાજીપો વ્‍યકત કરેલ. ટ્રસ્‍ટી શ્રી કનુભાઇ ગેડીયાએ બન્ને શિક્ષકશ્રીઓને શુભેચ્‍છા પાઠવેલ કારોબારી કન્‍વીનર શ્રી જનકભાઇ ઉપાધ્‍યાયે આશિષભાઇ ને તેમની કૃતિનાં પ્રથમ ક્રમાંક શુભેચ્‍છા પાઠવેલ. અંત માં શાળાનાં પ્રીન્‍સીપાલ શ્રી વર્ષાબેન એન. ખખ્‍ખરે આશિષભાઇ અને નિલેશભાઇને શુભેચ્‍છા પાઠવેલ હતી.

(1:46 pm IST)