સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 20th February 2021

કચ્છમાં પત્નિની પતિ સામે સૃષ્ટિ વિરૂધ્ધના કૃત્યની ફરીયાદ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૦: હાલે પતિ થી અલગ ભુજમાં રહેતી મુન્દ્રાની પરિણીતાએ પોતાના પતિ સામે જાતીય દુર્વ્યવહારની પોલીસ ફરિયાદ કરી છે. ૪૦ વર્ષીય પરિણીતાએ મૂળ ભરૂચના અને હાલે મુન્દ્રામાં બારોઈ રોડ ઉપર રહેતાં પોતાના પતિ સામે સૃષ્ટિ વિરુદ્ઘ ના કૃત્ય સહિત જાતીય દુર્વ્યવહારની પોલીસમાં ફરિયાદ કરી છે.

૧૯/૫/૨૦૧૭ થી ૧૨/૧૨/૧૯ દરમ્યાન અઢી વર્ષના લગ્ન જીવન દરમ્યાન પોતાના પતિ એ પોતાની સાથે જાતીય દુર્વ્યવહાર આચર્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. મુન્દ્રા પોલીસે ભારતીય દંડ સહિતા ની કલમ ૩૭૭ નીચે પતિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:33 am IST)