સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 20th February 2021

વાલોરીયા નદી વિસ્તારમાં સી.સી.રોડની કામગીરીના કારણે કનકાઇ રોડ વાહનચાલકો -યાત્રિકો માટે ૧૦ દિ' બંધ

(યાસીન બ્લોચ દ્વારા)વિસાવદર તા.૨૦:  ગીર પશ્ચિમ વિભાગ હેઠળ આવતા મેલડીઆઇ ચેકીંગ નાકાથી કનકાઇ રોડ સુધીના રોડ ઉપર આવેલ વાલોરીયા નદી વિસ્તારના રોડના સી.સી. રોડની કામગીરી અન્વયે ૧૦ દિવસ આ રસ્તો બંધ રહેશે.જૂનાગઢ ગીર પશ્ચીમ વિભાગ દ્વારા વિસાવદર તાલુકાની રેન્જના વિસ્તારમાં મેલડીઆઇ નાકાથી કનકાઇ રોડ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મેલડીઆઇ ચેકીંગ નાકાથી કનકાઇ સુધીના રોડ ઉપર આવેલ વાલોરીયા નદી વિસ્તારમાં સી.સી. રોડ બનાવવા માટે તા. ૦૧/૦૩/૨૦૨૧ થી તા. ૧૦/૦૩/૨૦૨૧ સુધી કામ ચાલશે. આથી વાહન ચાલકો કે યાત્રીકોને આ રસ્તા પરથી પસાર થવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમજ આ રસ્તા ઉપર અન્ય કોઇ જગ્યાએ ડાયવર્ઝન શકય ન હોવાથી આ રૂટ વાહન ચાલકો અને યાત્રીકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે. તેમજ ફૂદડીધાર નાકાથી કનકાઇ તથા સેમરડી નાકાથી કનકાઇ જવા માટેનો રૂટ વાહન ચાલકો કે યાત્રીકો માટે ચાલુ રહેશે તેની નોંધ લેવા ગીર પશ્યિમ વિભાગના નાયબ વન સંરક્ષક દ્વારા જણાવવામાં આવ્યું છે.

(11:35 am IST)