સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 20th February 2021

દેવભૂમી દ્વારકા જીલ્લામાં ભાજપ દ્વારા ખાટલા બેઠકો

મીઠાપુરઃ દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ચુંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ચૂંટણી ઇન્ચાર્જ સહદેવસિંહ પબુભા માણેક અને ધારાસભ્ય પબુભા વિરમભા માણેક દ્વારા ઠેરઠેર ખાટલા બેઠક તથા ચુંટણી કાર્યાલયોનૂં આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં બાકોડી ખાતે ખાટલા બેઠક યોજવામાં આવી હતી. તથા વરવાડા અને મીઠાપુર ખાતે ચૂંટણી કાર્યાલયન ેખુલ્લુ મુકવામાં આવ્યું હતું આ તકે પબુભા માણેક દ્વારા વિરોધ પક્ષ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હૃદયમાં દેવભૂમિ દ્વારકા જીલ્લો વસેલો છે.તેથી તેઓ જયારે પણ ચુંટણી લડવાની શરૂઆત કરે છે ત્યારે સૌ પ્રથમ શ્રી દ્વારકાધીશને માથુ નમાવી શરૂઆત કરે છે તે ઉપરાંત મોદી સરકાર દ્વારા કેટકેટલા વિકાસકાર્યો કરાયા  છે તેમજ હજી પણ કરવાના બાકી છે તે વિષૈ વિસ્તૃત જણાવાયુંહતું  આ ઉપરાંત આ ચૂંટણીઓમાં હાકલ પડે ને હાજર થાય તેવા તરવરીયા નવયુવાનોને મોકો આપી દેશને એક નવી દિશા તરફ લઇ જવાના આ પ્રયાસને સફળ બનાવવા આહવાન કર્યું હતું. (તસ્વીર-અહેવાલઃદિવ્યેશ જટણીયા-મીઠાપુર)

(12:39 pm IST)