સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 20th March 2023

દેવભુમિ જિલ્લા ટ્રાફિક પોલીસે હાઇવે પર પડી ગયેલા શખ્‍સને હોસ્‍પિટલ પહોંચાડાયો

ખંભાળિયા : ટ્રાફિક બ્રાંચ દ્વારકા જિલ્લાના જમાદાર ભોજાભાઇ ગોમીયા તથા નારણભાઇ જામ તથા હાર્દિક ગાગીયા ટ્રાફિક અંગેના પેટ્રોલીંગમાં હતા. ત્‍યારે ખંભાળિયા પોરબંદર રોડ પર કણઝારા હોટલ પાસે રામનગરના રહેવાસી એક પ્રૌઢ હરજીભાઇ રાણાભાઇ મધુડીયા નામના સતવારા શખ્‍સને ચકકર આવતા રસ્‍તા પર પડી ગયેલ હોય તેમને ટ્રાફિક બ્રાંચની હાઇવે પેટ્રોલકારમાં બેસાડીને ખંભાળિયાની સરકારી હોસ્‍પિટલમાં પહોંચાડવા વ્‍યવસ્‍થા કરીને માનવતાપુર્ણ કાર્ય કર્યુ હતુ.

(12:50 pm IST)