સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 20th March 2023

હવે કચ્‍છના સફેદ રણની મજા ત્રણને બદલે છ માસ સુધી માણી શકાશે!!

રોડ ટુ હેવન પાસે તૈયાર થતું નમક સરોવર

ખંભાળીયા તા. ર૦ :.. ગુજરાતના કચ્‍છમાં પ્રવાસનની ઋતુ સફેદ રણ ડિસેમ્‍બરથી ફેબ્રુઆરી જોવા મળતી હતી પણ હવે એક નવું આકર્ષણ રૂપ નમક સરોવર વધુ ત્રણ માસ સુધી એટલે કે વરસાદના પડે ત્‍યાં સુધી પ્રવાસીઓનું આકર્ષણરૂપ બનવા લાગ્‍યું છે.

રાજયના પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાએ આ અંગેની વિગતો આપતા જણાવ્‍યું હતું કે ડિસેમ્‍બરથી ફ્રેબ્રુઆરી ધોરડોનું સફેદ રણનો આંતરરાષ્‍ટ્રીય ખ્‍યાતિ પામી ગયું છે તથા દેશ વિદેશથી પ્રવાસીઓ ઉમટે છે ત્‍યારે શિયાળાના ડીસેમ્‍બરથી ફેબ્રુઆરીના સમયના બદલે ભર ઉનાળે કે વેકેશનમાં કચ્‍છનું સફેદ રણ જોવા ઇચ્‍છતા પર્યટકો માટે માર્ચથી મે નો નવો વિકલ્‍પ ઉભો થયો છે. કચ્‍છના ખાવડા, કાઢવાંઢથી ધોળાવીરાનો ૩ર કિ. મી.નો સીંગલ પટ્ટી નેશનલ હાઇવે રોડ ટુ હેવન તૈયાર થઇ જતાં હાલમાં બન્ને તરફ ચકચકીત સફેદ રણ તૈયાર થઇ ગયું છે. આ રસ્‍તે પસાર થતાં લોકો કોઇ ચાર્જ વિના સફેદ રણની મજા માણે છે. હાલ આકરો ઉનાળો શરૂ થયો હોય રણની વિશાળ જમીન પર ફેલાયેલા પાણી સુકાના નજીકમાં રૂપાંતર થતાં નમકારણહિત સફેદ રણ મે-જૂન સુધી જયાં સુધી વરસાદ ના પડે ત્‍યાં સુધી જોઇ શકાય છે. લોકો હવે ત્રણ મહિનાને બદલે છ મહીના સુધી સફેદ રણની મજા મણી શકશે.

(2:00 pm IST)