સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 20th April 2021

દેવભૂમી દ્વારકા જિલ્લામાં પુરતી મેડીકલ સુવિધા ઉભી કરવા વિક્રમભાઇ માડમની રજૂઆત

જામનગર તા.૨૦ : કોવિડ ૧૯ મહામારીમાં દેવભૂમી દ્વારકા જિલ્લામાં પુરતી મેડીકલ વ્‍યવસ્‍થા ઉભી કરવા ધારાસભ્‍ય વિક્રમભાઇ માડમે મુખ્‍યમંત્રીને રજૂઆત કરી છે.

દેવભૂમી દ્વારકા જિલ્લામાં કોરોના મહામારીમાં ગામડાઓમા કોરોનાનુ પ્રમાણ ખૂબ જ વધેલ છે. દેવભૂમી દ્વારકા જિલ્લો છેવાડાનો જિલ્લો હોય દર્દીઓને સારવાર માટે ખૂબ જ મુશ્‍કેલી ઉભી થતી હોય, જે દર્દીઓને વેન્‍ટીલેટર તેમજ ઓકસીજનની જરૂરત વાળા દર્દીઓને સારવાર માટે જામનગરની સરકારી જી.જી.હોસ્‍પિટલમાં પહોચાડવામાં આવે છે. આ સમય દરમિયાન કેટલાક દર્દીઓ તો રસ્‍તામાં જ મૃત્‍યુ પામે છે. ખંભાળીયાની સરકારી હોસ્‍પિટલ તેમજ ભાણવડની સીએસસી હોસ્‍પિટલ તેમજ દ્વારકાની સરકારી હોસ્‍પિટલમાં દર્દીઓ શકય તેટલી સારવાર ત્‍યા લઇ લે અને આવી પરિસ્‍થિતિમાં તેમને જામનગર સુધી હેરાન ન થવુ પડે, અને ત્‍યા જ તેઓ સારવાર લઇ શકે તે માટે ખંભાળીયામાં આરટીપીસીઆર ટેસ્‍ટ માટે લેબોરેટરી તાત્‍કાલીક ચાલુ કરવી અને નવા ડોકટરો તથા નર્સીંગ સ્‍ટાફની ફાળવણી તેમજ જિલ્લા સરકારી રેફરલ હોસ્‍પિટલમાં ૫૦ નવા વેન્‍ટીલેટરની ફાળવણી વગેરે વ્‍યવસ્‍થા ઉભી કરવા રજૂઆતમાં જણાવેલ છે.

 

(11:41 am IST)