સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 20th April 2021

ગોંડલ સિવિલ હોસ્‍પિટલમાં ઓકિસજન બાટલા પુરા થતા સ્‍ટાફમાં દોડધામ મચી

ગોંડલ,તા. ૨૦: કોરોના ના ૫૫ બેડ ધરાવતી ગોંડલ સિવિલ હોસ્‍પિટલમાં ઓક્‍સિજન બાટલા ખૂટી પડ્‍યા હતા. ગાડી ખાલી બાટલા રીફલિંગ કરાવવા બપોર ની ગઈ હતી પરંતુ ત્‍યાં પણ વેઇટિંગમાં વારો આવતા સાંજે ગોંડલ સિવિલ હોસ્‍પિટલમાં માત્ર ૫ બાટલા હોય હોસ્‍પિટલ સ્‍ટાફમાં દોડધામ મચી જવા પામી હતી સમગ્ર ઘટનાની જાણ યુવા અગ્રણી જયોતિરાદિત્‍યસિંહને થતા તુરંત સિવિલ હોસ્‍પિટલ દોડી આવી પરિસ્‍થિતિ નો ચિતાર મેળવ્‍યો હતો તેમજ ગોંડલ સિવિલમાં ૬૦ થી ૭૦ ઓક્‍સિજન બાટલા હોય વધુ બાટલાની જરૂરિયાત હોય તેઓએ તુરંત ડેપ્‍યુટી કલેક્‍ટરને ફોન કરી વધુ ૪૦ બાટલા ગોંડલ સિવિલ હોસ્‍પિટલમાં ફાળવવા જાણ કરેલ તેમજ ગોંડલ સિવિલ હોસ્‍પિટલ માં ઓક્‍સિજન ટેન્‍ક ની જરૂરિયાત હોય તે અંગે પણ જાણ કરેલ હતી.

(11:46 am IST)