સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 20th April 2021

ગીર સોમનાથમાં કોરોનાના પ૧ કેસો : ૧૦૦થી વધારે દર્દીઓ સીવીલમાં: ખાનગી હોસ્પીટલો હાઉસફુલઃ ત્રણના મોત

વેરાવળ, તા.૨૦: ગીર સોમનાથ જીલ્લામાં વેરાવળ ની સીવીલ હોસ્પીટલમાં ૧૦૦ થી વધારે દર્દીઓ સારવાર લઈ રહેલા છે આઠ ખાનગી હોસ્પીટલો તેમજ કોરોનાની સારવાર કરતા હોય  તે તમામ હોસ્પીટલો હાઉસફુલ થઈ ગયેલ છે ઓકસીજન પુરતા પ્રમાણ માં મળે  તે માટે તંત્ર દ્રારા પ્રયત્ન થઈ રહેલ છે.

ગીર સોમનાથ જીલ્લાના છ તાલુકામાં આજે કોરોનાના પ૧ કેસો આવેલ હતા ૧૦૦ થી વધારે દર્દીઓ સીવીલ હોસ્પીટલમાં સારવાર લઈ રહેલ છે ત્યારે ૧૧૭ વેઈટીગ લીસ્ટ માં હતા આઠ ખાનગી હોસ્પીટલો તેમજ કોરોનાની સારવાર આપતી હોસ્પીટલો હાઉસફુલ થયેલ છે વેન્ટીલેટર મળતા નથી, ઓકસીજન માટે  પ્રયત્ન કરાઈ છે તેમ છતા પુરવઠો પુરતા પ્રમાણમાં આવતો નથી ત્રણના મૃત્યુ થયેલ હોવાનું જાણવા મળેલ છે ઈેન્જીકશનો પુરતા પ્રમાણ માં છે તેમ તંત્ર એ જણાવેલ હતું.

દેવકા પુલ પાસે અકસ્માતે  મૃત્યુ

વેરાવળ દેવકા નદીના પુલ પાસે મોટરસાઈકલ લઈને આવતા હરીભાઈ આજંણી ને ટ્રક ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે મૃત્યુ થયેલ હતું મૃત્યુ પામનારના ભાઈ જેન્તીભાઈ આજંણી જનસમાજ સેવાસંઘના સેવાભાવી કાર્યકર છે આ બનાવ બનતા અરેરાટી ફેલાયેલ હતી.

(1:01 pm IST)