સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 20th April 2021

ધોરાજીમાં કાલે રામનવમી જન્મ જયંતિ મહોત્સવ માત્ર વૈદિક પરંપરા મુજબ સાદાઈથી ઉજવણી : કોલેજ ચોક ખાતે લોકમેળો તેમજ અખંડ રામધૂન વગેરે કાર્યક્રમો બંધ રહેશે

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજીમાં રામ જન્મ મહોત્સવ રામનવમી નિમિત્તે ભવ્ય રીતે ઉજવાય છે પરંતુ આ વર્ષે કોરોના મહામારી ના સમયમાં રામ જન્મ મહોત્સવ તેમજ ભવ્ય લોકમેળો બંધ રાખવામાં આવ્યો છે

ધોરાજીના કોલેજ ગ્રાઉન્ડ ખાતે રામનોમી નો લોકમેળો દર વર્ષે યોજાય છે તેમજ પ્રાચીન શ્રી રામ મંદિર ખાતે ભવ્ય રામ જન્મોત્સવ ઉજવાતો હોય છે તેમ જ અખંડ રામધૂન બાર કલાકની  હોય છે જે આ વર્ષે કોરોના મહામારીને સમયમાં જાહેર કાર્યક્રમ સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યા છે માત્ર મંદિરની અંદર વૈદિક પરંપરા મુજબ ધાર્મિક વિધિ દ્વારા જન્મોત્સવ સાદાઈથી ઉજવવામાં આવશે

આ સાથે ધોરાજીના વિવિધ મંદિરોમાં પણ રામનવમી ધાર્મિક પરંપરા મુજબ ઉજવાશે પરંતુ લોકોનો માનવ મહેરામણ એક પણ મંદિરમાં ભેગું નહીં કરાય તેઓ નિર્ણય તમામ મંદિરોના પૂજારીઓએ લીધો છે.

(3:49 pm IST)