મહિલા કર્મચારીનું ગળુ દબાવી તાલુકા ભાજપ પ્રમુખ પદુભા ગોહિલે ફરજમાં રૂકાવટ કરી
વલ્લભીપુર તાલુકા પંચાયત કચેરીનાં
(મેઘના વિપુલ હીરાણી દ્વારા) ભાવનગર તા. ર૦ :. વલ્લભીપુર તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાવતા મહિલા કર્મચારીનું ગળુ દબાવી ફરજમાં રૂકાવટ કર્યાની ભાજપના આગેવાને ફરજમાં રૂકાવટ કર્યાની પોલીસ ફરીયાદ નોંધાઇ છે.
ભાવનગરના જવેલ્સ સર્કલ નજીક રહેતા અને વલ્લભીપુર તાલુકા પંચાયત કચેરીમાં બાંધકામ શાખામાં ફરજ બજાવતા નિલમબેન મુનાફભાઇ કાઝી આજે બપોરના સમયે ઓફીસમાં કામ કરી રહ્યા હતા ત્યારે તાલુકા ભાજપ પ્રમુખ પદુભા ગોહિલ ઓફીસમાં આવ્યા હતા અને જુના રામપર ગામમાં પાણીની લાઇનનું કામ રદ કરવા બાબતે ઉચા અવાજે વાત કરતા નિલમબેન તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવા તેમની ચેમ્બરમાં ગયા હતાં. જયાં પદુભાએ નિલમબેનનું ગળુ પકડી તુકારો કરતા ચેમ્બરમાં હાજર સહકર્મચારીઓએ વચ્ચે પડી પદુભાને દુર કર્યા હતાં.
આ ઘટના અંગે મહિલા કર્મચારીએ પદુભા ગોહીલ વિરૂધ્ધ સરકારી ફરજમાં રૂકાવટ કર્યાની ફરીયાદ નોાંધવતા વલ્લભીપુર પોલીસે તપાસ હાથ ધરી છે.