સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 20th May 2022

પોરબંદરની સ્ટેટ લાયબ્રેરી દ્વારા ઉનાળુ વેકેશનમાં બાળકો માટે બાળવાર્તા અને રમતગમત

પોરબંદર તા.ર૦: દેસાઇ નાનજી ગોકુલજી અને શેઠ ઝવેરશાહ હરજીવન લાયબ્રેરી (સ્ટેટ લાઇબ્રેરી) દ્વારા ઉનાળાના વેકેશનમાં બાળકો માટે બાળ વાર્તા તથા રમતગમતનું આયોજન કરેલ છે.

કોરોના કાળ દરમ્યાન બાળકો પોતાના ઘરમાં રહીને પોતાનો અભ્યાસ કરતા હતા અને તેથી અન્ય બાળકો સાથે ભળી શકતા નથી તેથી આવા બાળકો કે જે ધોરણ ૧ થી ૮ માં અભ્યાસ કરે છે તેવા પ્રાથમિક સ્કૂલના બાળકો માટે બાળવાર્તા  તથા આપણા ધાર્મિક ઉત્સવો સબંધેની પોૈરાણીક વાર્તાઓ સાથે બાળ સંસ્કાર અને બાળકમાં વાંચન તથા ઉચ્ચાર શુધ્ધી અને પોતાને ગમતી પ્રવૃતિ કરી શકે તેવા હેતુથી સ્ટેટ લાઇબ્રેરી દ્વારા લાઇબ્રેરીની જગ્યા કે જે જેની દીવા દાંડી પાસે પોરબંદર કમ્પાઉન્ડમાં  આંગણવાડીમાં બાળકોને કારોબારીના સભ્યશ્રીઓ દુર્ગેશભાઇ ઓઝા, પ્રો.સુલભાબેન દેવપુરકર, ડો. પ્રીતીબેન કોટેચા પ્રશ્રાણી તથા મોટીવેશન સ્પીકર રીધ્ધીબેન ગોકાણી માખેચાના સહકારથી તા.રર ને રવિવાર તથા તે પછીના રવિવાર તા.૨૯, તા.૫, તા.૧૨ જુન તેમ ચાર રવિવાર દરમ્યાન સવારે ૧૦ વાગ્યા થી ૧૧ વાગ્યા સુધી બાળવાર્તા, ચિત્રમાં રંગપુરણી, બાળકો દ્વારા વાર્તા, બાળકોની રમતોનું આયોજન કરેલ છે. અને બાળકોને પ્રોત્સાહીત કરી ઇનામો પણ આપવામાં આવશે.

પ્રાથમિક સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોને વાંચનનો શોખ કેળવાઇ, નવું જાણવાની જીજ્ઞાસા વૃતીને સંતોષ થાય, અન્ય બાળકો સાથે મૈત્રી ભાવનું વાતવરણ નિર્માણ થાય તેમજ બાળકમાં રહેલી શકિતઓને બહાર લાવવા માટે ઉનાળા વેકેશન દરમ્યાન બાળ વાર્તા તથા રમતગમતનું આયોજન કરવામાં આવેલ છ. તા.રર રવિવારે આપનું બાળક આવે ત્યારે પોતાની સાથે આધાર કાર્ડની ઝેરોક્ષ કોપી સાથે લાવવાની રહેશે.

ભવિષ્યમાં અન્ય બાળકોના ર્કાયક્રમો સંબંધે બાળકને જાણ કરી શકાય, અને તે માટેનું નિયત કરેલું ફોર્મ સ્થળ ઉપર જ વાલીએ ભરી આપવાનું રહેશે અને તેમાં આધારકાર્ડ સાથે લગાડવાનું રહેશે. બાળવાર્તા  તથા રમતગમતના ર્કાયક્રમ દરમ્યાન બાળકો કોઇ પ્રવેશ ફી આપવાની નથી, અને વિના મૂલ્યે આયોજન કરવામાં આવેલ છે. આપના બાળકમાં જીજ્ઞાસા વૃતી કેળવાઇ સાથે સંસ્કારનું સિંચન થાય તેથી આપના બાળકને અચૂક રવિવારે મોકલવા ડેનીશ કારીયા ખજાનચી, સત્યમભાઇ વોરા માનદમંત્રી, સુનિલ મોઢા ઉપપ્રમુખ તથા દિપક લાખાણી પ્રમુખની યાદીમાં જણાવાયું છે.

(1:26 pm IST)