સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 20th May 2022

કેન્દ્ર સરકાર દ્વારા કોટન કાઉન્સીલ ઓફ ઈન્ડિયાના ચેરમેનપદે સુરેશભાઈ કોટકની વરણી

કોટક પરિવાર દ્વારા કોટક સ્કૂલની સ્થાપના થઈ હતી

રાજકોટઃ કાપડ ઉદ્યોગ તથા ખેડૂતોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા કેન્દ્ર સરકારે કોટન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની રચના જાહેર કરી છે, જેનાં ચેરમેન તરીકે શ્રી સુરેશભાઈ કોટક(મો.૯૮૨૦૨ ૯૬૦૩૮)ની નિયુકિત કરવામાં આવી છે.

વર્ષોપંર્યત કોટક પરિવાર રાજકોટમાં સ્થાયી થયેલ. ઈ.સ. ૧૯૧૧ માં કોટક પરિવારનાં મોભી એવા શ્રી હરજીવનદાસભાઈ કોટક રાજકોટનાં દિવાન હતા. ગાંધીજી સાથે આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા હતા. શ્રી ગીરધરલાલ કોટક સ્વાતંત્ર્ય સૈનિક હતા અને સૌરાષ્ટ્ર રાજ્યનાં શિક્ષણપ્રધાન હતા. કોટક પરિવારે રાજકોટ મધ્યે એચ એન્ડ એચ.બી. કોટક ઈન્સ્ટીટયુટ ઓફ સાયન્સ નામની સાયન્સ કૉલેજની સ્થાપના માટે યોગદાન આપેલ. સમગ્ર કોટક પરિવાર દ્વારા રાજકોટ મધ્યે સદર વિસ્તારમાં ૬૭૦૦ વાર જમીન તથા આર્થિક યોગદાન અર્પણ કરેલ, જે કોટક સ્કૂલ તરીકે સ્થાપિત થઈ છે. રાજકોટ કેળવણી મંડળ દ્વારા કુલ ૧૨ શાળાઓ અને ૫ કોલેજો કાર્યરત છે અને કુલ ૯૫૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેનાં શ્રી સુરેશભાઈ કોટક પ્રમુખ છે. કોટક મહિન્દ્રા બેંકની સ્થાપના શ્રી ઉદયભાઈ સુરેશભાઈ કોટક દ્વારા થઈ હોવાનું યાદીમાં જણાવાયું છે.

(1:37 pm IST)