સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 20th May 2022

જુનાગઢમાં જુગાર રમતા ૩ શખ્‍સો રોકડ સાથે ઝડપાયા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૨૦: રન્‍જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીંદર પ્રતાપસિંહ પવાર તથા પોલીસ અધિક્ષક શ્રી રવી તેજા વાસમ શેટ્ટીની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી પી.જી.જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં દારૂ તથા જુગારના બુટલેગરો તથા આવી પ્રવૃતીમાં અગાઉ પકડાયેલ ઇસમો ઉપર ખાસ વોચ રાખી કડક હાથે કામ લેવા સુચના મળેલ હોય જે અનુસંધાને એ ડીવી. પો.સ્‍ટે.ના પો.ઇન્‍સ. શ્રી એમ.એમ.વાઢેરની સુચના મુજબ એ.એસ.આઇ. એમ.ડી.માડમ, પી.એલ. સાગઠીયા, આર.એમ.સોલંકી તથા પો.હેડ કોન્‍સ. કીરણભાઇ રાઠોડ તથા પો.કોન્‍સ. ખીમાણંદભાઇ કાનાભાઇ, ભરતભાઇ ભીખુભાઇ તથા પ્રવીણભાઇ રાણીંગભાઇ તથા નિલેશભાઇ સરમણભાઇ, ભાવસિંહ શાર્દુલસિંહ વિગેરે પો.સ્‍ટાફના માણસો જુનાગઢ એ ડીવી પો.સ્‍ટે. વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમયાન અંગત બાતમીદાર રાહે બાતમી હકીકત મળેલ કે જુનાગઢ દોલતપરા સ્‍વામીનારાયણ શેરી સામે ડીલકસ પાનની બાજુમાં અમુક પુરૂષ ઇસમો ગંજીપતાના પાના પૈસા વડે હાર-જીતનો તીનપતીનો જુગાર  રમે છે તેવી હકીકત મળતા પંચો સાથે ઉપરોકત બાતમી હકીકતવાળી જગ્‍યાએ રેઇડ કરતા જુગાર રમતા કુલ ૩ ઇસમો રોકડા રૂા. ૧રર૯૦ તથા ગંજીપતાના પાના નંગ-પર કિ. રૂા. ૦૦ તથા મો.ફોન નંગ-૩ કી. રૂા. ૧પ૦૦૦ સાથે મળી આવી પકડાઇ ગયેલ હોય તમામ મુદામાલ કબ્‍જે કરી એ ડીવી પો.સ્‍ટે. જુગાર ધારા ક.૧ર મુજબ ગુન્‍હો કરાવેલ છે.

 પકડાયેલ આરોપીઓના નામ સરનામા (૧) હરદાસભાઇ ગગજીભાઇ કરંગીયા જાતે આહીર ઉ.વ.૩૯ ધંધો ડ્રાઇવીંગ રહે. જુનાગઢ દોલતપરા સ્‍વામી નારાયણ સોસા. પાણીના ટાંકા વાળી ગલી (ર) સંદીપભાઇ દીનકરભાઇ ઉર્ફે દીનુભાઇ પુરોહીત જાતે બ્રાહ્મણ ઉ.વ.૩પ ધંધો મજુરી રહે જુનાગઢ દોલતપરા બંસીધર સ્‍કુલ પાછળ (૩) રાજુભાઇ માંડણભાઇ કરમુર જાતે આહીર (ઉ.વ.૩૭) ધંધો વેલ્‍ડીંગ કામ રહે. જુનાગઢ દોલતપરા ભુવનેશ્વર સોસા. પીતકૃપા બંગલાની પાછળ.

આરોપીઓ પાસેથી કબ્‍જે કરવામાં આવેલ મુદામાલ (૧) રોકડ રૂપીયા ૧ર,ર૯૦ (ર) ગંજીપત્તાના પાના નંગ પર કિ. રૂા. ૦૦ (૩)મો.ફોન નંગ-૩ કી. રૂા. ૧પ૦૦૦.

 સારી કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી. આ કામગીરી એ ડીવી.પો.સ્‍ટ. ના પો.ઇન્‍સ. શ્રી એમ.એમ.વાઢેર સાહેબની સુચના મુજબ એ.એસ.આઇ. એમ.ડી.માડમ, પી.એલ.સાગઠીયા, આર.એમ.સોલંકી તથા પો.હેડ કોન્‍સ. કે.કે.રાઠોડ ખીમાણંદભાઇ કાનાભાઇ, પ્રવીણભાઇ રાણીંગભાઇ, નિલેશભાઇ સરમણભાઇ, ભરતભાઇ ભીખુભાઇ, ભાવસિંહ શાદુલસિંહ વિગેરે પોલીસ સ્‍ટાફનાઓએ સાથે રહી કામગીરી કરેલ છે.

(1:43 pm IST)