સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 20th May 2022

અમરેલી જીલ્લામાં ખેડુત અકસ્‍માત વિમા યોજના અંતર્ગત ૭૩ મૃતક ખાતેદારોના વારસદારોને રૂા.૧.૪૬ કરોડની સહાય ચુકવાઇ

સાંસદ નારણભાઇ કાછડીયા, જીલ્લા પ્રમુખ કૌશીકભાઇ વેકરીયા અને સિંચાઇ સમિતિ ચેરમેન કાળુભાઇ ફીડોળીયાના પ્રયાસોથી

 (અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.ર૦ : સાંસદ નારણભાઇ કાછડીયા, અમરેલી જીલ્લા ભાજપ અધ્‍યક્ષ કૌશિકભાઇ વેકરીયા અને સિંચાઇ સમિતીના ચેરમેન કાળુભાઇ ફીડોળીયાના પ્રયાસોથી અમરેલી જીલ્લાના કુલ ૭૩ ખેડુત ખાતેદારો કે જેઓના આકસ્‍મિક તથા અકસ્‍માતે મૃત્‍ય થયા છે. તેઓના પરિવારજનોને ખાતેદાર ખેડુત અકસ્‍માત વિમા યોજના અંતર્ગત મૃતક દીઠ રૂા. ર લાખ લેખે કુલ રૂા.૧ કરોડ ૪૬ લાખ જેવી રકમ સરકારમાંથી મંજુર કરાવેલ છે

આ સહાય ડીબીટીના માધ્‍યમથી સીધી વારસદારના ખાતામાં ચુકવાઇ ગયેલ છે.

(3:27 pm IST)