સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 20th June 2022

મોરબીના વાવડી રોડ ઉપર કારે એકટીવાને ઉલાળતા ૨ સગાભાઇઓને ગંભીર ઇજા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૦ : મોરબી વાવડી રોડ પર કાર અને એકિટવા વચ્ચે અકસ્માત થતા એકિટવા પર સવારઙ્ગ૨ઙ્ગસગાભાઇઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. આ મુદ્દે ઈજાગ્રસ્ત યુવકોના પિતાએ મોરબી સીટી એ ડિવીઝન પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે.

ફરિયાદી ભીમજીભાઈ રતીલાલ પરમારે જણાવ્યું હતું કે, ઙ્ગવાવડી રોડ નાયરા પેટ્રોલ પંપ પાસે આરોપીએ પોતાના હવાલા વાળી હુંડાઈ આઈ-૧૦ઙ્ગકાર જેનો રજી.નં.ઙ્ગઞ્થ્-૦૩-થ્.ઘ્-૮૨૨૦ઙ્ગવાળી પુર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી બેદરકારીથી ઙ્ગભીમજીભાઈના દીકરાના એકટીવા રજી.નં-ઞ્થ્-૩૬-ધ્-૫૬૫૦ઙ્ગને સામેથી ટક્કર મારી એકસીડન્ટ કરી પછાડી દઇ ઙ્ગભીમજીભાઈના દીકરા પ્રતિકને બંન્ને પગની સાથળના ભાગે ફેકચર કરી તથા પાછળ બેસેલ ઙ્ગભીમજીભાઈના બીજા દીકરા ભાવીકને જમણા પગે સાથળમાં તથા તેજ પગે ઉપરના થાપાના સાંધામાં તથા જમણા હાથના કાંડા ઉપર તેમજ આંગળામાં ફેકચર કરી તથા પ્રતિક તથા ભાવીકને ઇજાઓ કરી તેમજ શરીરે મુંઢ ઈજા કરી અકસ્માત સજર્યો હતો.

આ અંગે મોરબી સીટી એ ડિવીઝન પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:50 pm IST)