સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 20th June 2022

કૃષિમંત્રી દ્વારા જામનગર જિલ્લાના ૪ સ્થળોએ ચેકડેમો તળાવોનું ખાતમુહુર્ત

રૂા.૩૨ લાખના ખર્ચે નાની બાણુગર, ફારચિયા, વાગડિયા અને ઢીચડા ગામમાં નિર્માણ પામશે

જામનગર,તા.૨૦ :  જૂન રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લાના નાની બાણુગાર, ફાચરિયા, વાગડિયા અને ઢીચડા ગામમાં ચેકડેમ અને તળાવોનું ખાતમુહૂર્ત કર્યું હતું. પંચાયત સિંચાઇ વિભાગ હેઠળ હાલ ૪૦ કામો અંદાજિત રૂ.૩.૭૮ કરોડના -ગતિ હેઠળ છે. તેમજ જિલ્લાના વિવિધ તાલુકાના કુલ ૪૨ કામો અંદાજિત કિંમત રૂ.૩.૪૫ કરોડ જેની મંજૂરીની પ્રક્રિયા હાલ  પ્રગતિ હેઠળ છે. કૃષિમંત્રી શ્રી દ્વારા રૂ.૩૨ લાખના ખર્ચે નાની બાણુગાર, ફાચરિયા, વાગડિયા અને ઢીચડામાં નિર્માણ પામનાર ચેકડેમો અને તળાવોનું ખાતુમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેના થકી ચોમાસામાં વરસાદી પાણીનો સંગ્રહ થઈ ઠાંકશે. અને ખેડૂતો સિંચાઇ માટે આ પાણીનો ઉપયોગ કરી શકશે.
 કૃષિમંત્રીએ ખાતમુહૂર્ત પ્રસંગે જણાવ્યું હતું કે હૈયાત તળાવો અને ચેકડેમોના રિપેરિંગ થકી વરસાદી પાણી દરિયામાં જતું અટકશે. અને ખેડૂતો તેમજ ગ્રામજનો સંગ્રહ થયેલ વરસાદી પાણીનો સિંચાઇ માટે ઉપયોગ કરી શકશે.  
ખાતમુહૂર્ત કરાયેલા ચેકડેમોમાં નાની બાણુગાર ખાતે રૂ.૧૩લાખના ખર્ચે મંજૂર થયેલ બે કામો જેમાં નાની બાણુગાર ચેકડેમ મોહન કાનાની વાડી પાસે અને મોહન માનસુખની વાડી પાસે ચેકડેમનું રિનોવેશન, ફાચરિયા ગામે રૂ.૫ લાખના ખર્ચે જમનદેવરાજની વાડી પાસે તળાવ, વાગડિયા ચેકડેમ નં-૨ રૂ.૮.૫૦ લાખના ખર્ચે તેમજ ઢીચડા ગમે રૂ.૫.૫૦ લાખના ખર્ચે ભંગ ડેમનું કામ આગામી સમયમાં પૂર્ણ થશે.
 આ -સંગે જામનગર જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન  ભરતભાઈ બોરસદીયા, સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર ખાંટ, તાલુકા ભાજપ પ્રમુખ   મુકુંદભાઈ સભાયા, જિલ્લા પંચાયત સદસ્ય હસમુખભાઈ કનઝારીયા, તાલુકા સદસ્ય મામદ ભાઇ , ઢીંચડા સરપંચ શ્રી બાબાભાઈ, જિલ્લા પંચાયત સભ્ય નંદલાલભાઈ, તાલુકા પંચાયત ઉપ પ્રમુખ વિઠ્ઠલભાઇ, તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન   ભાનુબેન જેપાલ, જિલ્લા યુવા ભાજપ મહામંત્રી   ગિરિરાજસિંહ જાડેજા, સરપંચ  કૈલાશબેન મૂંગરા, મનસુખભાઇ ચાવડા,  કાજલબેન દરગાણી, નારસિંહભાઈ ડાંગરિયા તેમજ અન્ય આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

(12:59 pm IST)