સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 20th June 2022

યોગ : યુવા પેઢીને સ્‍વસ્‍થ અને તનાવમુકત જીવન જીવવાની ચાવી

વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ સૌ પ્રથમ સંયુકત રાષ્‍ટ્રની સભામાં યોગ વિશે ચર્ચા કરી હતીઃ જૂનનો દિવસ એ ઉતરીય ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ અને આ કારણે ૨૧ જૂનને વિશ્‍વ યોગ દિવસ મનાવવા માટે સૂચન કર્યુ હતુ

પોરબંદરઃ યોગ એ એક પ્રાચીન શારીરીક,  માનસીક, અને આધ્‍યાત્‍મિક પ્રણાલી છે. સમગ્ર વિશ્‍વને યોગની ભેટ આપનાર બીજુ કોઇ નહીં પણ આપણો ભારત દેશ છે યોગ એ સંસ્‍કૃતમાં ‘પુજ' શબ્‍દ પરથી આવ્‍યો છે જેનો અર્થ જોડાણ કરવું કે એક કરવું થાય છે. યોગ એ શરીર અને આત્‍માના જોડાણનું પ્રતીક છે. યોગ એ આધ્‍યાત્‍મિક શિક્ષણ છે શિસ્‍ત છે આજે યોગ એ સમગ્ર વિશ્‍વમાં જુદા-જુદા સ્‍વરૂપે કરાયછે અને તેની લોકપ્રિયતા પણ દિન-પ્રતિદિન વધી રહી છે યોગ એ સદીઓથી ચાલી આવતી આપણી ભારતીય સંસ્‍કૃતિનો ભાગ છે હિન્‍દુ, બૌદ્વ અને જૈન ધર્મમાં યોગને ધ્‍યાનાવસ્‍થા સાથે જોડવામાં આવેલ છે.

ભારતના વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી એ સૌ પ્રથમ સંયુકત રાષ્‍ટ્રની સભામાં યોગ વિશે ચર્ચા કરી હતી જેથી જૂનનો દિવસ એ ઉતરીય ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ છે અને આજ કારણે ૨૧મી જૂનને વિશ્‍વ યોગ દિવસ મનાવવા માટે સૂચન કર્યુ.  ત્‍યારબાદ આ બાબતે સંયુકત રાષ્‍ટ્ર દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્‍યો. જેમાં દુનિયાના મોટા ભાગના દેશોએ સહમતી આપી. અને વર્ષ ૨૦૧૫ થી ૨૧મી જૂન એ વિશ્‍વ યોગ દિવસ તરીકે મનાવવાનું નક્કી થયું.

યોગી પતંજલિ યોગની પરિભાષા આપતા કહયું હતુ કે ‘યોગાઃ ચિત્ત વૃત્તિ નિરોધાર' અર્થાત યોગ મનને આમ-તેમ ભટકતું રોકવામાં શ્રેષ્‍ઠ છે. ચિત્ત એટલે મન-મગજ અને વૃતિ એટલે વિચારો અને નિરોધ એટલે અટકાવવું આ સિવાય શ્રી કૃષ્‍ણએ શ્રીમદ્દ ભગવદ ગીતામાં ભારત શ્રેષ્‍ઠ શ્રી અર્જુનના એક પ્રશ્‍નના ઉત્તરમાં શ્રીકૃષ્‍ણ ભગવાન કહે છે કે  ાા બુદ્વિ યુકતો જહાતીહ મનો દુર્નિગ્રહ ચલમ અભ્‍યાસેને તું કૌંતય વૈરાગ્‍યેણ ચ ગૃહપતે ાા (૬-૩૫) અર્થાત ખરેખર મન ચંચળ છે તેને વશ કરવું કઠિન છે પરંતુ સતત અભ્‍યાસ અને વૈરાગ્‍યથી તેને વશ કરી શકાય જે પુરૂષ પોતાના મનને સંસયમાં રાખી શકતો નથી તે પરમાત્‍મા સાથેનો યોગ સાધી શકતો નથી મનને કાબુમાં લેવુ અશકય નથી યોગની મદદથી એ શકય છે.

શ્રી કૃષ્‍ણ ભગવદ ગીતામાં યોગની બીજી પરિભાષા આપી છે

ાા બુદ્વિ યુકતો જહાતીર ઉભે સુકૃત દુષ્‍કૃત તસ્‍માદ્યોગાય યુજવસ્‍વ યોગઃ કર્મથું કૌશલમ્‌ ાા (૨-૫૦) ભકિતમય સેવામાં પરોવાયેલા મનુષ્‍ય આ જીવનમાં જ સારા કે નરસા કાર્યોથી પોતાની મુકિત કરી શકે છે. માટે યોગ અર્થે પ્રપાલ કર કારણ કે યોગ જ કર્મનું કૌશલ્‍ય  અર્થાત્‌ તમારી ફરજમાં જે કામ આવે તે દીલ રેડીને ચોક્કસાઇથી કરો આ કર્મ કુશળતાને યોગ કહે છે.

યોગ એ બ્રાહ્ય શારીરીક કરતા આંતરીક શરીર પર વિશેષ ભાર મૂકે છે. આપણું શરીર ભૌતિક ફકત બ્રાહ્ય સ્‍વરૂપ ધરાવે છે પણ આપણે અન્‍ય ચાર અદ્રશ્‍ય આવરણ પણ ધરાવીએ છીએ.

(૧) અન્‍નમય કોષ (પોષણનું શરીર ભૌતિક શરીર) આપણે જે ભોજન કરીએ અને આપણે જે વાતાવરણ અને સમાજમાં રહીએ છીએ તેનાથી એ પ્રભાવીત થાય છે (ર) પ્રાણાયામ કોષ (ઉજાસ્‍વત શરીર જૈવ તત્‍વીય સ્‍તર) પ્રાણાયમ કોશ પ્રાણી તરીકે ઓળખાતી બ્રહ્માંડની ઉર્જાનું સૂક્ષ્મ આવરણ છે જે ભૌતિક શરીરની આસપાસ એક દ્રશ્‍ય આવરણ પેદા કરે છે તે આપણી ફરતે ‘આભામંડળ' બનાવે છે (૩) મનોમાયા કોષ (માનસિક શરીર અપાર્થિવ સીર) મનોમાયા કોષ એ માનસિક ઉર્જાનું સૂક્ષ્મ અવરણ છે જે પ્રાણમય કોશથી વધારે વિસ્‍તૃત અને શકિતશાળી છે (૪) વિજ્ઞાનમય કોષ (બૌધ્‍ધિક શરીર શાણપણનું સીર) વિજ્ઞાનમય કોષ બૌદ્વિક શરીર છે તે હકારાત્‍મક કે નકારાત્‍મક હોઇ શકે છે તેનો આધાર આપણે જે સમાજમાં જીવીએ છીએ તેના પર છે અને (પ) આનંદમય કોષ (આનંદયુકત શરીર પરમાનંદનું સ્‍તર) આનંદમય કોષ એ આનંદમય શરીર છે આ અનિયત આવરણ છે જેમાંથી અન્‍ય ચાર આવરણો પેદા થાય છે જાત સાથે એકાકાર થવાથી મળે છે જે ઇશ્‍વર પ્રત્‍યેનું સમર્પણ છે.

યોગ એ સ્‍વાસ્‍થ્‍ય સાથે સંકળાયેલી વિદ્યા છે તે જીવનને સંપૂર્ણતા આપતુ પ્રાચીન વિજ્ઞાન છે તેનો જન્‍મ ભારતમાં થયો હતો. અને આ જ દેશમાં તેની પરંપરા અને પધ્‍ધતિના મૂળિયા રહેલા છે. સંતો અને ઋષિઓએ હજારો વર્ષો સુધી સંશોધન કરીને સંપૂર્ણ અને સ્‍વસ્‍થ જીવન જીવવાની માટેની રામબાણ સમાન પદ્વતિ યોગને વિકસાવી છે અત્‍યારે સમગ્ર વિશ્‍વમાં યોગને વ્‍યાપક સ્‍તરે માન્‍યતા મળી રહી છે અને દુનિયાના તમામ દેશો યોગને વધુને વધુ અપનાવી રહ્યા છે. હાલના સંજોગોમાં જીવન શૈલી બદલાઇ ગઇ છે અને તેના પરિણામે સ્‍વાસ્‍થ સંબંધિત અને પડકારો ઉભા થાય છે જે સ્‍વાસ્‍થની સાર-સંભાળ સાથે સંકળાયેલી જરૂરિયાતોમાં ફેરફાર માટે જવાબદાર છે આ પડકારોને સફળતાપૂર્વક સામનો કરવો યોગ જ આર્શીવાદ સમાન છે કારણ કે યોગ સરળ અને વ્‍યાજબી ખર્ચ ધરાવતી પદ્વતિ છે તેમજ જીવનમાં ઉર્જાનો નવ સંચાર કરે છે.

વર્તમાન સમયમાં લાખો પૌરાણિક સમયથી અત્‍યારના સમય સુધીના અનેક મહાન યોગીઓ દ્વારા જાળવી રાખવામાં આવેલા યોગા વિજ્ઞાનનો લાભ ઉઠાવી રહ્યા છે. આજે યોગ સમગ્ર વિશ્‍વમાં અનેક લોકોની જીવન પદ્વતિનો એક ભાગ બની ગયો છે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્‍યાહાર ધારણા (મેડીટેશન) સમાધીમાં બંધ અને મુદ્ર, શત્‍કર્મ, યુકત આહાર, યુકત કર્મ, મંત્ર જાપ વગેરે યોગ સાધનાની વ્‍યાપક સીરે પ્રચલિત કાર્ય પ્રણાલી છે.

વિજ્ઞાન અને ટેકનોલોજી અને ભૌતિકવાદ તરફની ગતિએ જીવન શૈલીમાં પડકારો વધ્‍યા છે જેમ કે પ્રદૂષણ, તનાવ, ચિંતા વગેરે બીજી તરફ આપણી જીવન શૈલી વધારે ઝડપી અને યાંત્રિક થઇ ગઇ છે. વહેલી સવારથી મોડી રાત સુધી આપણે એક યા બીજા કામમાં વ્‍યસ્‍ત હોઇએ છીએ તેના કારણે આપણી ભોજનની આદતોમાં ફેરફાર થયો છે કે બગડી ગઇ છે. તેમ કહીએ તો ચાલે વાસી ભોજન, ફાસ્‍ટ ફૂડ, જંક ફૂડ ઉંચી કેલરી ધરાવતા ખાદ્ય પદાર્થોનું સેવન સામાન્‍ય થઇ ગયું છે. તો ધ્રૂમ્રપાન, શરાબ નશીલા પદાર્થોનું સેવન વધી રહ્યુ છે આપણને પૂરતો આરામ મળતો નથી અને ડાયાબીટીસ, હાયપર ટેન્‍શન આર્થરાઇટીસ પીઠનો દુઃખાવો વગેરે જેવી બીમારીઓએ વિવિધ માનસિક વિકારોને જન્‍મ આપ્‍યો છે આ કારણોસર દરરોજ માનસિક રોગીઓની સંખ્‍યામાં વધારો થઇ રહ્યો છે અત્‍યારે મોટી સંખ્‍યામાં લોકો હતાશા, નિરાશા, સ્‍કેઝોફ્રેનિયા શરાબ અને નશીલા દ્રવ્‍યોના ઉપયોગ સાથે સંબંધિત વિકારોનો ભોગ બની રહ્યા છે ઉપચારની સરળ પદ્વતિ સ્‍વરૂપે એટલે કે આસાન, પ્રાણાયામ, સૂર્ય નમસ્‍કાર અને ધ્‍યાન દ્વારા અસરકારક રીતે મન અને તનની સારવાર કરે છે.

ચિંતા, હતાશા, વર્ણણૂંકમાં વિકાર ઉન્‍માદ વગેરે જેવી વિવિધ માનસિક બિમારીઓ અને માથાનો દુઃખાવો, અસ્‍થમા, ડાયાબીટીસ વગેરે રોગોને યોગનો અભ્‍યાસ કરીને સારી રીતે નિયંત્રણમાં રાખે છે.

તન-મન-આત્‍માની ઉન્‍નતિ માટેના યોગને વિદેશોમાં સ્‍વામી વિવેકાનંદ હિન્‍દુ ધર્મ અને યોગનો પ્રચારનો પ્રારંભ કર્યા બાદ ભારતમાં જાણીતા યોગ ગુરૂઓનું પ્રદાન મહત્‍વનું રહ્યુ છે ભગવાન બુદ્વે અવિસ્‍કાર કરેલી વિપશ્‍ય સાધના સત્‍યનારાયણ ગોએન્‍કા, પતંજલિ યોગ સાધના બાબા રામદેવ, મહર્ષિ શ્રી અરવિંદ, યોગ સાધનામા શ્રી પરમહંશ યોગાનંદજી મહર્ષિ યોગીના પટ્ટ શિલ્‍પ શ્રી શ્રી રવિશંકર દ્વારા આર્ટ ઓફ લિવિંગ દ્વારા સ્‍થપાયેલી સંસ્‍થાઓ દ્વારા યોગ કેન્‍દ્રો જીવંત રહ્યા છે.

રાષ્‍ટ્રપતિ દ્વારા એનાયત થયેલા પદ્મ પુરસ્‍કારોમાં યાદીમાં એક નામ હતુ ડો.એચ.આર. નાગેન્‍દ્ર યોગ માટે પદ્મ પુરસ્‍કાર મેળવનારા ડો.નાગેન્‍દ્ર વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના યોગ ગુરૂ તરીકે જાણીતા છે.

નાસા- હાવર્ડ જેવી વિશ્વ વિખ્‍યાત સંસ્‍થાઓમાં એન્‍જિનિયરીંગ સંશોધન તરીકે જમીન ગયેલી કારકિર્દી એક ઝટકે છોડીને ડો.એચ.આર.નાગેન્‍દ્ર ચાર દાયકાની યોગ ક્ષેત્રે આંતરાષ્‍ટ્રીય યોગ દિવસ સમિતિનો તેઓ ચેરમેન છે એ સિવાય તેમની સૌથી મોટી ઓળખ એ છે કે તેમણે લાખો દર્દીઓને યોગથી સાજા કર્યા છે.

યોગ ક્ષેત્રે આવેલી જાગૃતિના પરિણામે ગુજરાતમાં ગાંધીનગર ગુજરાત રાજય યોગ બોર્ડ, અમદાવાદની રાજર્ષિ મુનિ સ્‍થાપિત લકુલેશ યોગ યુનિવસિટી રામ કૃષ્‍ણન મેમોરીયલ પતંજલી યોગ સંસ્‍થાઓ દ્વારા યોગ પ્રવૃતિને વેગ મળ્‍યો છે હવે દેશ-વિદેશમાં યોગવ અભ્‍યાસક્રમની મોટી માંગ અને ઉજ્જવળ કારર્કિદી માટેની તકોના કારણે પોરબંદરની ડો.વી.આર. ગોઢાણીયા ઇન્‍સ્‍ટીટયૂટ ઓફ યોગાને સોમનાથ-વેરાવળ સંસ્‍કૃત યુનિવર્સિટીએ ડીપ્‍લોમાં અભ્‍યાસક્રમની માન્‍યતામળતા યોગ ડીપ્‍લોમાં અભ્‍યાસક્રમનો પ્રારંભ કરાયો છે.

સસ્‍થય જાળવવા કેટલોક સોનેરી સૂચનો કરવામાં આવ્‍યા છે. (યોજના જૂન-૨૦૧૬) જેનું આપણે બધાએ પાલન કરવુ જોઇએ.

(૧) રાત્રે વહેલા સૂઇ જાવ અને સવારે સૂર્યોદય પહેલા જાગી જાવ (બ્રહ્મમૂહૂર્તમાં) સાત કલાકની સ્‍વસ્‍થ ઉંઘ લેવાનો પ્રયાસ કયો. (ર) સરળ, સંતુલિત અને સાત્‍વિક ભોજન લો (૩) ખાંડ, મીઠું, ભારે ભોજન, લાલા મરચું વધારે મરી મસાલા અને અથાણા વગેરેનું સેવન ઘટાડો (૪) ચા-કોફી ઓછી પીવો તમામ માદક દ્રવ્‍યોનું સેવન બંધ કરો ઘી અને તેલનો ઉપયોગ ઓછામાં ઓછો કરો. યોગના અભ્‍યાસ કરનારા લોકો માટે શાકભાજી ભોજન સારૂ (પ) ભોજનનો સમય નક્કી કરો. સવારે યોગનો અભ્‍યાસ કર્યાના અડધા કલાક પછી ફળફળાદિ કે દાળિયાનો નાસ્‍તો કરો. જયારે ઘઉંની રોટલી સરળ ઉકાળેલા શાકભાી, સલાડ, અને દહીં ભોજનમાં લઇ શકાશે ત્‍યારે રોટલી કરતા શાકભાજી અને સલાડનું પ્રમાણ વધારે હોવુ જોઇએ (૬) ભોજન સાથે પાણી ન લેવુ જોઇએ. ભોજન લેવાના અડધા કલાક અગાઉ અને ભોજન લીધાના અડધા કલાક પછી પાણી પીવાની ટેવ પાડો. (૭) દરરોજ સવારે કે સાંજે પ્રાર્થના કે ધ્‍યાન ધરો તે ચિંતા અને તનાવ ઘટાડે છે. શરીરમાં ઉર્જાનો સંચાર કરે છે તથા જીવન પ્રત્‍યે હકારાત્‍મક દ્રષ્‍ટિકોણ વિકસાવે છે. (૮) યોગનો અભ્‍યાસ કરીને શરીરની આંતરિક અને બ્રાહ્ય શુદ્વિ મહત્‍વપૂર્ણ છે. (૯) કુદરતમાં વિશ્‍વાસ રાખો તે તમને હકારાત્‍મક અને આત્‍મવિશ્‍વાસથી સભર બનાવશે. (૧૦) વધુ પડતુ ભોજન કરવાની ટેવ છોડો. ભૂખ ન લાગે ત્‍યા સુધી ભોજન ન કરવાનો સિદ્વાંત અપનાવો. જયારે ભૂખ લાગે ત્‍યારે ભોજન કરો અને ઓડકાર આવે ત્‍યા સુધી જમો. સીઝનલ ફળફળાદિ લઇને દર અઠવાડિયે ઉપવાસ કરો. (૧૧) વધુમાં વધુ ચાલવાની ટેવ પાડો જે શરીર અને મન બંને માટે લાભદાયક છે.(૨૩.૨)

 :સંકલનઃ

ડો.એ.આર.ભરડા

કેળવણીકાર

પોરબંદર

(1:02 pm IST)