જામનગરના પડાણાના ૨ સગા ભાઇઓના અકસ્માતમાં મોતથી અરેરાટી
જામનગર : મેઘપર પોલીસ સ્ટેશનમાં પરાક્રમસિંહ પઘ્યુમનસિંહ ઝાલા, રે. પડાણા ગામ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૯–૭–ર૦ર૧ના ફરીયાદી પરાક્રમસિંહ તથા સાહેદો દિવ્યરાજસિંહ રઘુવિરસિંહ ઝાલા તથા રાજદીપસિંહ ભરતસિંહ ઝાલા તથા પૃથ્વીરાજસિંહ ભરતસિંહ ઝાલા તેમજ ભાભી મોહીનીબા વિગેરે જામનગરથી પરત પોતાના ઘરે પડાણા ગામે આવતા હોય ત્યારે આરોપી યશરાજસિંહ રઘુવિરસિંહ ઝાલા એ ફોર્ડ ઈકો સ્પોટ કાર નં. જી.જે.–૧૦–સી.જી.–પર૩૮ ની પુરઝડપે અને બેફીકરાઈ ગફલતભરી રીતે ચલાવી મેઘપર ગામ આશાપુરા હોટલ સામે પહોંચતા અચાનક કુતરૂ આડુ ઉતરતા કુતરાને બચાવવા જતા ફોર્ડ ઈકો સ્પોટ કાર રોડ નીચે ઉતારી દઈ બે ત્રણ પલ્ટી ખવડાવી દેતા જેમા ફરીયાદી પરાક્રમસિંહ ને તથા સાહેદો દિવ્યરાજસિંહ રઘુવિરસિંહ ઝાલા તથા મોહીનીબાને તેમજ પોતાને સામાન્ય ઈજાઓ પહોંચાડી તથા રાજદીપસિંહ ભરતસિંહ ઝાલા તથા પૃથ્વીરાજસિંહ ભરતસિંહ ઝાલા ને માથાના પાછળના ભાગે ગંભીર ઈજા પહોંચાડી મોત નિપજાવી ગુનો કરેલ છે.(અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસ્વીરઃ કિંજલ કારસરીયાઃ જામનગર)