સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 20th August 2022

ગારીયાધાર પંથકમાં સાતમ-આઠમના 26 પત્તા પ્રેમીને ઝડપી પાડતી પોલીસ.: ૪૩૮૮૦ રોકડ અને મુદ્દા માલ ઝડપાયો.

ગારીયાધાર શહેર અને પંથકના પાચટોબરા,સાતપડા, નવાગામ અને મોટીવાવડી ગામે  સાતમ-આઠમ તહેવારના માતમની ઉજવણી કરવા બેઠેલા ૨૬ શકુનીઓને  ૪૩૮૮૦/- રોકડ અને મુદ્દા માલ સાથે ગારીયાધાર પોલીસ દ્વારા ઝડપી પડાયા હતા.                    

    ગારીયાધાર શહેરના પચ્છેગામ રોડ પર વિકીભાઈ વેલજીભાઈ શેખલીયા-ધોબીધાર, રાહુલભાઈ દિપકભાઈ મીઠાપરા-સુખનાથ પ્લોટ,કરશનભાઈ વેલજીભાઈ શેખલીયા-મફતનગર, સંજયભાઈ વલ્લભભાઈ મીઠાપરા-શાખપુર,અને મુકેશભાઈ હિંમતભાઈ મીઠાપરા-શાખપુર વાળા ને 11890 રોકડ સાથે તેમજ શહેરના ધોબીધાર વિસ્તારમાં 2350/-ની રોકડ સાથે વિજયભાઈ રણછોડભાઈ પરમાર,વજુભાઈ ભુપતભાઈ ભાલીયા અને રાજુભાઈ નાનજીભાઈ મજીઠીયાને ઝડપી પાડ્યા હતા 

  જ્યારે પાંચટોબરા ગામે જયસુખભાઈની વાડીએ 12670 ની રોકડ સાથે રૂપેશભાઈ વજુભાઈ ડોબરીયા-ભંડારીયા,પોપટભાઈ જાદવભાઈ ખોખર-પાંચટોબરા હિતેશભાઈ છગનભાઈ કથીરિયા-પાંચટોબરા,હિતેશભાઈ છગનભાઈ કથીરિયા,જયસુખભાઈ છગનભાઈ ઇટાલીયા,ઘનશ્યામભાઈ મનજીભાઈ ડોબરીયા અને સંજયભાઈ ચીમનભાઈ અમરેલીયાને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા જ્યારે સાતપડા ગામે રામજી મંદિરના પાછળ ખુલ્લી જગ્યામાં 12190 ની મુદ્દા માલ સાથે નયનગીરી પ્રેમગીરી ગોસ્વામી,જગદીશભાઈ મેઘાભાઈ વિરાસ,લાલજીભાઈ અમરાભાઇ વિરાસ,ભરતભાઈ કાળુભાઈ ગરાણીયા,ભાયાભાઈ દાનાભાઈ મકવાણા અને રાજપાલ સિંહ રણજીતસિંહ સરવૈયા ને જાહેરમાં તીન પત્તીનો જુગાર રમતા ઝડપાયા હતા.

    નવાગામ ખાતે ૩૭૪૦ રોકડ રકમ સાથે ગીરીશભાઈ થોભણભાઈ ધોળકીયા, રમેશભાઈ (ટેટીયો) કાળુભાઈ ધોળકીયા અને હિંમતભાઈ બાલાભાઈ પરમાર ને જાહેરમાં તીન પત્તી જુગાર રમતા ઝડપી પાડ્યા હતા.

 જ્યારે અનિલ ઉર્ફે ઘુઘો ચંદુભાઈ પરમાર,ભાવેશ કનુભાઈ સોલંકી,મુકેશભાઈ વલ્લભભાઈ પરમારને  1040/- સાથે ગારીયાધાર પોલીસે ઝડપી પાડયા હતા.

 જે તમામને જુગાર ધારા 12 મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.

(12:15 am IST)