સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 20th September 2021

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન પ્રસંગે કચ્છના અંજારમાં મેડીકલ કેમ્પ યોજાયો ::પ્રદેશ ઉપપ્રમુખ અને પ્રભારી મહેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિ

(વિનોદ ગાલા દ્વારા) :  (ભુજ) સેવા અને સમર્પણ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસથી કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલની આગેવાની હેઠળ કચ્છમાં વિવિધ સેવાકિય કાર્યો યોજાઈ રહયા છે ત્યારે આજરોજ અંજારની સીવીલ હોસ્પિટલ મધ્યે મેડીકલ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હાંકોના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ અને સારવાર માટેના આયોજનમાં ગુજરાત પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ અને કચ્છ જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી મહેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતીમાં યોજાયેલ કાંક્રમમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના સોગથી ખૂબ સારી આરોગ્ય સેવા લોકોને મળતી રહે છે. સરકાર હંમેશા લોકોના સ્વાસ્થ્ય બાબતે ચિંતિત રહી તમામ મદદ કરવા તત્પર રહે છે. ત્યારે લોકોએ વધુને વધુ આરોગ્ય પ્રત્યે કાળજી રાખવી અને જરૂર પડે સરકારી દવાખાનાઓનો લાભ થવા અપીલ કરી હતી.

 

કાર્યક્રમના પ્રારંભે પ્રભારી દિનેશભાઈ ચૌધરી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ભરતભાઈ શાહ, મંત્રી વસંતભાઈ કોડરાણી સહિતનાએ લોકોને સેવાકાર્યોથી મદદરૂપ કરવાના ઉદ્દેશ્યથી યોજાનારા કાર્યક્રમોમાં વધુ સારા લોકઉપયોગી કાર્યો કરવા જાવ્યું હતું. કોરોનામાંથી સાજા થયેલા લોકોને કોરોના પછી પની સમસ્યાઓના વૈકઅપ યોજાયેલ આ કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ હીધેલ હતો.

 

આ મેડીકલ કેમ્પના આયોજનમાં અંજાર શહેર ભાજપ પ્રમુખ હેમંતભાઈ શાહ, મહામંત્રી ડિંગતભાઈ ધોળીયા, અશ્વિનભાઈ સોરઠીયા, અંજાર નગરપાલિકા પ્રમુખ લીલાવંતીબેન ગોસ્વામી, ઉપપ્રમુખ બતાદુરસિંહ જાડેજા, કારોબારી ચેરમેન વિજયભાઈ પલણ સહિત જિલ્લા ભાજપ કોઠારો, શહેર સંગઠનના હોદેદારો, નગરપાલિકાના કાઉન્સીતો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડીયા સહ ઈન્ચાર્જ કેતનભાઈ ગોરની યાદીમાં જણાવાયું હતું,

(9:31 am IST)