સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th October 2021

પોરબંદર-રાજકોટ વાયા જેતલસર રૂટ બ્રોડગેજમાં રૂપાંતરના દસ વર્ષે પણ માત્ર એક જ ટ્રેન ઉપલબ્‍ધ

પાણીદાર રાજનેતાઓની વગર પાણીની વાતું : પ્રજાની પરિવહન ક્ષેત્રે કોઇ ચિંતા દેખાતી જ નથી : વર્તમાન સ્‍થિતીમાં એક પોરબંદર-સોમનાથ-પોરબંદર ટ્રેનને પણ કોરોના કાળમાં એકસપ્રેસ કરી નાખી

(કૃષ્‍ણકાંત ચોટાઇ દ્વારા)ઉપલેટા તા. ૨૦: રાજકોટ-પોરબંદર-રાજકોટ વાયા જેતલસર જંકશન રૂટ પર ટ્રેન ચાલુ થઈ એના દસ વર્ષે જેટલો સમય થયેલ છે ત્‍યારે પોરબંદર-રાજકોટ-પોરબંદર વાયા જેતલસર જંકશન વચ્‍ચે માત્ર એક જ ટ્રેન ચાલે છે અને એ પણ એકપ્રેસ ટ્રેન ત્‍યારે આ વિસ્‍તારમાં પોરબંદરથી રાજકોટ વચ્‍ચે ૫૦૦ᅠ જેટલી ખાનગી બસોનો ટ્રાફિક છે અને આ તમામ બસોમાં ભરચક પેસેન્‍જરો મજબૂરીવશ મોંદ્યા ભાડા ચૂકવી અને મુસાફરી કરતા માલુમ પડી રહ્યા છે ત્‍યારે આ અંગે સ્‍થાનિક રાજનેતાઓ અને અગાઉ ચૂંટાઈ આવેલ રાજનેતાઓની પાણીદાર વાતું અને ભરોષો હાલ વગર પાણીની વાતો જેવું હોઈ તેવું લોકો જણાવે છે.
આ રૂટ પર રેલવેને પણ મોટો ટ્રાફિક મળે તેમ છે આમ છતાં લોકોને પરિવહન માટે જાણે ઇરાદાપૂર્વક ટ્રેન સુવિધા નથી તેવું લોકો જણાવે છે ત્‍યારે આ કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ રૂટ, સ્‍ટેશનો અને અન્‍ય ખર્ચાઓ કરી અને બનાવેલ ટ્રેક ખાલી પડયો રહે છે અને સુવિધાઓના અભાવે અને પુરતી ટ્રેનો ના હોવાથી લોકો ખાનગી વાહનોમાં પરિવહન કરે છે તેવું લોકો એવું કહે છે સાથે જ અહિયાં આ વિસ્‍તારોના લોકો એવા પણ રોષ વ્‍યક્‍ત કરતા માલુમ પડે છે કે સાઠગાંઠ ચાલે છે જેથી આહિયા કોઈ સુવિધા સ્‍વરૂપે ટ્રેન વધારતી નથી.
આ બાબતે જાગૃત નાગરિકોના જણાવ્‍યા પ્રમાણે જો આ સાંઠગાઠ વાળી વાત ખરી ન હોય અને ખોટી પાડવી હોય તો વાસ્‍તવિક રીતે પોરબંદર-રાજકોટ-પોરબંદર વાયા જેતલસર વચ્‍ચે બે લોકલ ટ્રેન અને અહમદાવાદ માટે બે એક્‍સપ્રેસ ટ્રેન તેમજ વડોદરા તેમજ સુરત સહિતના શહેરોમાં જવા માટે અન્‍ય ટ્રેનો મળી મેલ એક્‍સપ્રેસની જોડી ટ્રેન ચલાવવી જોઈએ જેથી વહેલી સવારે પોરબંદરથી રાજકોટ વાયા જેતલસર જંકશનથી જવા માટેની એક વહેલી સવારની ટ્રેન અને એક સાંજે જાય તેમ તાબડતોબ લોકલ ટ્રેન શરૂ કરવાની અત્‍યંત જરૂર છે.
વધુમાં હાલ જેતલસર જંકશનમાં ડીઝલ ભરવા માટેનો ફયુલ પોઈન્‍ટ પણ કાર્યરત છે એવી જ રીતે મેન્‍ટેનન્‍સ યાર્ડ પણ બનાવવો જોઈએ જેથી ભવિષ્‍યમાં રાજકોટ, સુરેન્‍દ્રનગર વચ્‍ચે ડબલ ટ્રેકનું કાર્ય પૂરું થાય ત્‍યારે અમદાવાદથી ટ્રેનનો વધારો થાય ત્‍યારે રાજકોટ અને જેતલસરમાં ટ્રેનોને સાફ સફાઈ માટે રાખી શકાય આવી જ રીતે વેરાવળ અથવા સોમનાથમાં પણ મેન્‍ટેનન્‍સ ડેપો અને લુપ લાઈન વધારવી જોઈએ અને રાજકોટ, ભક્‍તિનગરમાં પણ રેલ્‍વે મેન્‍ટેનન્‍સ ડેપો શરૂ કરવો જોઈએ જેથી સુવિધા મળીᅠ
આ બાબતે અગાઉ અને વર્તમાનના પાણીદાર વાતો કરતા રાજનેતાઓએ મોટી-મોટી વાતો કરી અને અનેક કાર્યક્રમો કરેલ હતા ત્‍યારે આ મોટી-મોટી વાતો કરી અને લોકોને મદદ કરવાના ઈરાદા દેખાડતા પાણીદાર નેતાઓની વગર પાણીની વાતો થતી હોઈ તેવું જણાઈ આવે છે અને સાથે આ નેતાઓ કા તો કઈ કરી શકતા નથી આથવા તો જાણી જોઈ કઈ કરવાનો સાચો ઈરાદો રાખતા નથી તેવું આ પંથકના લોકો જણાવે છે અને સ્‍પષ્ટ પણે દેખાઈ પણ છે ત્‍યારે હાલ ચૂંટાયેલ અને અગાઉ ચૂંટાઈ ગયેલા નેતાઓ પર આ પંથકના લોકો ખુબ રોષ વ્‍યક્‍ત કરે છે અને હાલ આ પંથકની પ્રજા પરિવહનમાં મુશ્‍કેલીઓ વેથી રહી છે અને લુંટાઈ પણ રહી છે ત્‍યારે જોવાનું એ રહ્યું કે શું આ પંથકના પાણીદાર રાજનેતાઓ ખરેખર લોકોની ચિંતા કરે છે કે પછી પાણીદાર રાજનેતાઓની વગર પાણીનો વાતો સાબીત થશે ત્‍યારે હાલ તો આવનારા ટૂંક સમયમાં આ પંથકના પાણીદાર નેતાઓના કામો દેખાશે કે નહિ તે જોવાનું રહ્યું પરંતુ હાલ તો આ પંથકના લોકો રોષ સાથે પાણીદાર નેતાઓના સાચા ઈરાદાઓની રાહ જોતા માલુમ પડે છે.

 

(10:34 am IST)