સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th October 2021

જામજોધપુરમાં મહિલા સંચાલિત જુગારધામ ઝડપાયું

જામજોધપુર,તા. ૨૦ : જામજોધપુરમાં જનતા ફરસાણ વાળી ગલી ખાંટ પામાં દક્ષાબહેન દેવેન્‍દ્રભાઇ ઘેટીયા પોતાના રહેણાંક મકાનમાં અંગત ફાયદા માટે બહારથી માણસો બોલાવી જુગારધામ ચાલવતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો.
દક્ષાબહેન દેવેન્‍દ્રભાઇ મગનભાઇ ઘેટીયા જાતે પટેલ ખાંટ પા જામ-જોધપુર મંગળાબહેન ચંદુભાઇ રાજાભાઇ નનેરાત જાતે સગર રહે પટેલ મીલની વાવ પાસે જામજોધપુર-બુધ્‍ધીબેન ઓઘડભાઇ મચ્‍છાભાઇ રાઠોડ જાતે ભરવાડ જામજોધપુર પન્‍નાબેન રાજેશભાઇ કાનાબાર જાતે લોહાણ રહે. ઉમીયાનગર જામજોધપુર ભુટાભાઇ કારાભાઇ કરમુર-જાતે આહીર રહે ગાયત્રીનગર-જામજોધપુર નવાઝ ઉર્ફે બાઠીયો સુલેમાનભાઇ રાઉકડા રહે. જામવાળી ઝાપા પાસે જામ જોધપુરને ગંજીપાના વડે જુગાર રમી રહેલ રોકડ રૂા. ૧૦,૦૮૦ સાથે પકડી પાડેલ છે.

 

(10:34 am IST)