સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th October 2021

ઉપલેટાનાં મોટી પાનેલીમાં રાજયમંત્રી બ્રિજેશ મેરજાની ઉપસ્થિતીમાં ડે.કલેકટર પંકજસિંહ જાડેજાની ૫૦મી જન્મતિથી નિમિત્તે ચતુર્વિધ સેવાયજ્ઞ

મોટી પાનેલીઃ ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં સ્વ.ડે.કલે.પંકજસિંહજી કે.જાડેજા ની પચાસમી જન્મતિથિ નિમિતે ચતુર્વિધ સેવાયજ્ઞનું આયોજન પંકજસિંહ મેમોરિયલ ગ્રુપ દ્વારા અત્રેની પંકજસિંહ કે.જાડેજા તાલુકા શાળાના મેદાનમાં કરવામાં આવેલ આ સેવાયજ્ઞમાં રાજકોટ ગિરિરાજ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ તેમજ નારાયણી હોસ્પિટલ ના નિષ્ણાંત ડોકટર્સ પોતાની માનદ સેવા આપવા પધારેલા જેનો પાંચસો કરતા વધારે દર્દીઓએ લાભ લીધો હતો સાથેજ એકસોદસ કરતા વધુ રકતદાતાઓ એ બ્લડ આપી સેવાયજ્ઞમાં જોડાયા હતા તેમજ જાડેજા પરિવાર દ્વારા તાલુકા શાળાના બાળકોને સ્કૂલબેગ નું વિતરણ કરવામાં આવેલ હતું સાથેજ મોટી પાનેલીની સામાજિક સંસ્થાઓ જલારામ યુવક મંડળ, મહાદેવ બળદ સેવા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પોલીસ સ્ટેશન કાર્યાલય ને વિશેષ સન્માનપતત્ર આપી સન્માનિત કરવામાં આવેલ આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન રાજયકક્ષાના મંત્રીશ્રી બ્રિજેશ મેરજા ઉપસ્થિત રહી કાર્યક્રમને બિરદાવી સંસ્થાઓ ને સન્માનિત કરેલ સાથેજ મોટી પાનેલી ગ્રામપંચાયત તેમજ પાનેલી ભાજપ ટિમ તેમજ તાલુકા રાજપુત સમાજ દ્વારા મંત્રીશ્રી બ્રિજેશ મેરજાનું સન્માન કરવામાં આવેલ.આ તકે ધોરાજી ઉપલેટા તાલુકાના ધારાસભ્ય શ્રી લલિત વસોયા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી વિનુભાઈ ચંદ્રવાડીયા,હરિભાઈ પટેલ, પ્રવીણભાઈ માકડીયા, રાજેશભાઈ ભાલોડીયા, જીવનભાઈ પટેલ, મનીષભાઈ ચાંગેલા, ઇંદ્રજીતસિંહ ચુડાસમા, મહેન્દ્રભાઈ પાડલીયા તેમજ જાડેજા પરિવારના પ્રો.કે.યુ.જાડેજા, ઘનશ્યામસિંહ જાડેજા, ડો.એન.યુ.જાડેજા, અજયસિંહ જાડેજા, અશોકસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન અતુલ ચગ દ્વારા કરવામાં આવેલ આભારવિધિ આચાર્ય શ્રી માલદેવભાઈએ કરેલ હતી.(તસ્વીર, અહેવાલઃ અતુલ ચગ)

(10:42 am IST)