સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th October 2021

લોધીકા તાલુકાની તમામ ગ્રામપંચાયતોમાં આયુષ્‍માન ભારત કાર્ડની કામગીરી શરૂ

તાલુકા પંચાયત પ્રમુખ ગીતાબેન રાઠોડ ની રજૂઆતને મળેલી સફળતા

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા,તા.૨૦ : અત્‍યાર સુધી લોધીકા તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારની જનતાને આયુષ્‍યમાન ભારત કાર્ડ બનાવવા માટે તાલુકાના ત્રણ  પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર ઉપર જવું પડતું અથવા તાલુકા મથક ના સેન્‍ટર ઉપર જવું પડતું તે માટે આખા દિવસનો સમય લાગતો જેના અનુસંધાને લોધિકા તાલુકા પંચાયત પ્રમુખ ગીતાબેન રાઠોડ ને તાલુકા ના ગ્રામ્‍ય વિસ્‍તારના લોકો એ રજૂઆત કરેલ કે ગ્રામપંચાયત ના ઇ- કેન્‍દ્રો ઉપર ના વિસીઓને આયુષ્‍યમાન ભારત કાડૅ બનાવવા માટે પાસવર્ડ આપવામાં આવેતો જેતે ગામના લોકો ને ગામ ની અંદર જ આ સુવિધા મળી શકે અને તાલુકા મથકે અથવા આજુબાજુના વિસ્‍તાર ના આરોગ્‍ય કેન્‍દ્ર ઉપર પણ ન જવું પડે તેમજ સમયની સાથે આર્થિક બચત પણ થઈ શકે જે રજૂઆત ને ધ્‍યાને રાખી તાલુકા પંચાયત તેમજ આરોગ્‍ય વિભાગ દ્વારા લોધીકા તાલુકાની તમામ ઇ ગ્રામ પંચાયતના વીસીઓના આયુષ્‍યમાન ભારત કાર્ડના પાસવર્ડ એકટીવ  કરી આપવામાં આવતા  લોધીકા તાલુકા ના ખીરસરા પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર નગરપીપળીયા તેમજ પારડી પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર તેમજ લોધીકા સેન્‍ટર ઉપરાંત તાલુકા ની તમામ ગ્રામપંચાયત ની અંદર આયુષ્‍યમાન ભારત કાડૅ બનાવી આપવામાં આવશે તેવું લોધીકા તાલુકા પંચાયત પ્રમુખ ગીતાબેન રાઠોડની યાદીમાં જણાવે છે.

 

(11:10 am IST)