સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th October 2021

સૌરાષ્ટ્ર શાખા નહેરમાંથી પિયતનું પાણી છોડવા કિશાન સંઘની માંગ.

ભારતીય કિશાન સંઘ દ્વારા અધિક્ષક ઈજનેરને રજૂઆત.

મોરબી :  સૌરાષ્ટ્ર શાખા નહેરના અધિક્ષક ઈજનેરને પત્ર લખીને ભારતીય કિશાન સંઘ દ્વારા તાત્કાલિક પિયત માટે પાણી છોડવા માટે માંગ કરી હતી ખેડૂતોના હિતમાં તાત્કાલિક પાણી છોડાય તેવી રજૂઆત કરવામાં આવી છે
ભારતીય કિશાન સંઘ મોરબી જીલ્લા પ્રમુખ જીલેશ કાલરીયાએ સૌરાષ્ટ્ર શાખા નહેર વર્તુળ નં ૦૪ ના અધિક્ષક ઈજનેરને રજૂઆત કરી જણાવ્યું છે કે આ વર્ષ વરસાદની અનિશ્ચિતતા વચ્ચે જે ખરીફ સીઝન લાંબા દિવસો સુધી ઉભા રહેતા પાકોને તાત્કાલિક પાણીની જરૂર હોય અને રવિ સીઝનની તારીખો પ્રમાણે પાણી છોડવામાં આવે છે તેને બદલે હાલમાં જો તાત્કાલિક ધોરણે શક્ય તેટલું વહેલું પાણી છોડાય તો ખેડૂતોના કાપાસ અને અન્ય પાકોને ફાયદો થઇ સકે તેમ છે જેથી વહેલી તકે પાણી છોડવા માંગ કરવામાં આવી છે.

(11:12 am IST)