સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th October 2021

મોરબીના પ્રજાપત કારખાના નજીકથી નશો કરીને કાર ચલાવનાર ઝડપાયો.

મોરબીના વિસીપરા વિસ્તારમાંથી કૈફી દ્રવ્ય પીને કાર ચલાવનાર શખ્શને પોલીસે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વિસીપરા પ્રજાપત કારખાના નાકા પાસેથી આરોપી ઓસમાણ અનવર જામ કૈફી દ્રવ્ય પીને સ્કોર્પીઓ કાર જીજે ૦૫ સીએમ ૭૩૯૦ ચલાવતો હોય જે આરોપીને ઝડપી લઈને બી ડીવીઝન પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે.

(11:14 am IST)