સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th October 2021

મોરબીના પંચાસર રોડ પરથી કૈફી દ્રવ્ય પીને બાઈક ચલાવતો ઇસમ ઝડપાયો.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીગમાં હોય દરમિયાન પંચાસર રોડ કેનાલ પાસેથી બાઈક જીજે ૩૬ એન ૮૧૭૧ પસાર થતા બાઈકને રોકીને તપાસ કરતા બાઈક ચાલક મહેશ ગોકળ મેવા (ઉ.વ.૩૩) (રહે કન્યા છાત્રાલય રોડ મોરબી વાળો ) કૈફી દ્રવ્ય પીને પોતાની અને અન્યની જિંદગી જોખમાય તેવી રીતે ડ્રાઈવિંગ કરતો મળી આવ્યો હોય જેથી આરોપીને ઝડપી લઈને પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

(11:22 am IST)