સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th October 2021

વાંકાનેરમાં શાનદાર જુલૂસ

વાંકાનેર : વાંકાનેરમાં ઇદે-એ-મીલાદની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. લક્ષ્મીપરામાં આવેલ મીરૂમીયાબાવાની દરગાહ પાસેથી જુલૂસ નિકળેલ જે રસાલા રોડ પર જોરાવરપીરની દરગાહ થઇ મેઇન બજાર થઇ રામચોકમાં શાહબાવાની દરગાહે પ્રસાદ બાદ જુલૂસ માર્કેટ ચોક થઇ દીનદારશા પીરની દરગાહ થઇ ફરી લક્ષ્મીપરામાં પહોંચી હતી. શાનદાર જુલૂસમાં ધારાસભ્ય મહંમદ જાવિદભાઇ પીરઝાદા, માર્કેટીંગ યાર્ડના ચેરમેન શકીલભાઇ પીરઝાદા, મહંમદભાઇ રાઠોડ, હુશેની તાજીયા કમિટીના સભ્યો અને જુદી-જુદી કમિટિના મેમ્બરો તથા મુસ્લિમ સમાજના ભાઇઓ-બહેનો જોડાયા હતા. વાંકાનેર શહેર પોલીસના સ્ટાફે બંદોબસ્ત જાળવ્યો હતો. (તસ્વીર : નિલેશ ચંદારાણા, વાંકાનેર)

(11:23 am IST)