સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th October 2021

જામકંડોરણામાં તાલુકા વી.સી.ઇ. મંડળ દ્વારા પડતર પ્રશ્નોની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર

જામકંડોરણા તાલુકા વીસીઇ મંડળ દ્વારા તેમની પડતર માંગોને લઇને મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ. (તસ્વીર : મનસુખ બાલધા)

(મનસુખ બાલધા દ્વારા) જામજોધપુર તા.ર૦ : તાલુકા વી.સી.ઇ. મંડળ દ્વારા તેમના પડતર પ્રશ્નો અંગે માંગણીઓ અંગે જામકંડોરણા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ. જેમાં તેમને સને ર૦૦૬થી આજદીન સુધી સતત કામગીરી કરતા હોય સરકારી કર્મચારી જાહેર કરવા, ર૦૦૬ થી આજદીન સુધીસતત કામગીરી કરતા હોય ઇ-ગ્રામ વિશ્વગ્રામ યોજનાની પોલીસી રદ કરી સરકારી ધારાધોરણ લાગુકરી નીીત નિયમ મુજબ થાય તે માટે પગલા ભરી કાયમીકર્મચારી તરીકે રક્ષણ આપવુ. વી.સી.ઇ.ને વર્ગ-૩નો દરજજો આપીને સરકારીકર્મચારી જાહેર કરવા,ઇ-ગ્રામ સોસાયટી દ્વારા પ્રાઇવેટીકરણને મહત્વ આપવામાંઆવતુ હોય એને બંધ કરી સરકારી કામ વી.સી.ઇ.ને આપી સરકારી લાભો આપવા વી.સી.ઇ.ની કેડરને કાયમી કેડરમાં ફેરવવી, તાલુકા તથા જીલ્લા કક્ષાની મિટીંગમાં ટી.એ.ડી.એ. આપવુ સરકારીકર્મચારને જેમ વી.સી.ઇ અને તેના પરિવારને વીમા કવચ હેઠળ આવરી લેવા, સમાન કામ સમાન વેતન ધારા હેઠળ આવરી લઇ વીસીઇને તમામ લાભો આપવાની માંગ કરવામાંઆવેલ છે. વધુમાં જણાવેલ છે કે તા.ર૦-૧૦-ર૦ર૧ સુધીમાં અમારા પ્રશ્નો અને માંગણીઓ બાબતેે સરકારશ્રી દ્વારા હકારાત્મક નિર્ણયક રવામાં નહી આવે અને વી.સી.ઇ.ને સાચો ન્યાય આપવામાં નહી આવે તો તા.ર૧-૧૦-ર૦ર૧ના રોજ સત્યાગ્રહ છાવણી ખાતે પ્રતિક ઉપવાસ કાર્યક્રમ ગુજરાતના તમામ વીસીઇ દ્વારા કરવામાં આવશે અને જયાં સુધી નિર્ણય નહી આવે ત્યાં સુધી પ૭ જેટલી ડીજીટલ સેવાસેતુની કામગીરી, આવકના દાખલા, વિધવા સહાય, મગફળી રજીસ્ટ્રેશન તેમજ અન્ય તમામ કામગીરી બંધ કરી અચોકકસ મુદતની હડતાળ પર વીસીઇ જશે.

(11:24 am IST)