સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th October 2021

ઉત્તરાખંડ સંકટ : ૧૫ મહિલા,૫ બાળકો અને ૫ વૃદ્ધ ફસાયાની માહિતી, મંત્રી બ્રિજેશ મેરજા મેદાનમાં.: મોરબીના શ્રદ્ધાળુઓઓએ તમામ મદદ પહોંચાડવા ટીમ કાર્યરત.

મોરબી :  ઉત્તરાખંડમાં ભારે વરસાદને પગલે મોરબીના ૪૭ શ્રદ્ધાળુઓ ફસાયા હોય જે અંગે જાણ થતા રાજ્યના મંત્રી અને મોરબીના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ તાકીદે રાજ્ય સરકારના ડીઝાસ્ટર મેનેજમેન્ટ કમિશ્નર સાથે ટેલીફોનીક સંપર્ક કરીને શક્ય તમામ મદદ પહોંચાડવા માટે તાકીદ કરી ચ અને રાજ્ય સરકાર ફસાયેલા શ્રધ્ધાળુઓને શક્ય તમામ મદદ પહોંચાડશે તેમ મંત્રી બ્રીજેશ મેરજાએ જણાવ્યું હતું
મોરબી તાલુકાના ૪૨ અને ટંકારા તાલુકાના મીતાણા ગામના ૦૪ એમ ૪૬ શ્રદ્ધાળુઓ તેમજ બસના ડ્રાઈવર સહિતના ૪૭ લોકો ઉત્તરાખંડમાં ભારે વરસાદને પગલે જોશી મઢ નજીક પાગલ નાળા પાસે ફસાયા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે મોરબી જીલ્લાના ૪૬ જેટલા શ્રદ્ધાળુઓ ફસાયા છે ત્યારે બનાવ અંગે મોરબીના ધારાસભ્ય અને મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે ઉત્તરાખંડના ચમોલીમાં ભારે વરસાદને પગલે શ્રદ્ધાળુઓ ફસાયા હોય જેમાં મોરબી જીલ્લાના ૪૭ યાત્રાળુઓનો સમાવેશ થાય છે ત્યારે મોરબીના યાત્રાળુઓને કોઈ મુશ્કેલી ના પડે તે માટે વહીવટી તંત્રને તાકીદ કરી છે તેમજ મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ ફસાયેલા શ્રદ્ધાળુઓ પૈકી વિવેક મનસુખભાઈ પરમાર સાથે વાતચીત કરી ત અમમ યાત્રાળુઓ સલામત હોવાની ખાતરી કરી છે
મોરબી જીલ્લાના યાત્રાળુઓ મીતાણાની બાલાજી ટ્રાવેલ્સમાં ઉત્તરાખંડ ગયા હોવાનું જાણવા મળ્યું છે જેઓ વરસાદના કારણે ફસાયા છે જોકે તમામ શ્રદ્ધાળુઓ હેમખેમ હોય જેથી મોરબીના વહીવટી તંત્ર અને મંત્રી બ્રિજેશ મેરજાએ રાહતનો શ્વાસ લીધો છે તો ફસાયેલા યાત્રાળુઓને રહેવા અને જમવાની વ્યવસ્થા મળી રહે તે માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે
મોરબીથી ગયેલા યાત્રાળુઓમાં ૫ બાળકો, ૧૫ મહિલાઓ અને ૫ વયોવૃદ્ધ વ્યક્તિ હોવાનું જાણવા મળ્યું છે જે શ્રધ્ધાળુઓને તમામ સુવિધાઓ મળી રહે તે માટે મંત્રી બ્રિજેશ મેરજા વહીવટી તંત્ર સાથે સંકલન સાધીને દિશા નિર્દેશ આપી રહ્યા છે

(11:24 am IST)