સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th October 2021

ઉત્તરાખંડમાં ફસાયેલા મોરબીના તમામ ૪૬ લોકો સલામત સ્થળે જવા રવાના.

ફસાયેલા તમામ લોકો સલામત, રસ્તો ખુલી જતા તમામ શ્રદ્ધાળુઓ ચિંતા મુક્ત.

મોરબી જીલ્લાના ૪૬ શ્રદ્ધાળુઓ સહિતના ૪૭ લોકો ઉત્તરાખંડમાં ભારે વરસાદને પગલે ફસાયા હોય ત્યારે રસ્તો ખુલી જતા તમામ શ્રદ્ધાળુઓ બસ સાથે સલામત સ્થળે જવા રવાના થયાની માહિતી પ્રાપ્ત થઇ છે
મોરબી તાલુકાના ૪૨ અને ટંકારા તાલુકાના ૦૪ એમ ૪૬ શ્રદ્ધાળુઓ અને ડ્રાઈવર મળીને કુલ ૪૭ શ્રદ્ધાળુઓ ઉત્તરાખંડમાં ફસાયા હતા જેને પગલે મોરબીનું વહીવટી તંત્ર અને રાજ્યના મંત્રી બ્રિજેશભાઈ મેરજા તેમજ સરકાર એલર્ટ બની હતી અને ફસાયેલા શ્રદ્ધાળુઓ અંગે સતત ફોલોઅપ લેવામાં આવી રહ્યું હતું
જેમાં મોરબી જીલ્લાના ૪૬ શ્રદ્ધાળુઓ જે જોશી મઢ નજીક પાગલ નાળા પાસે બસ સાથે ફસાયા હતા તેઓ રસ્તો ખુલી જતા સલામત સ્થળે જવા રવાના થયા છે બાળકો, મહિલાઓ સહિતના તમામ શ્રદ્ધાળુઓ સલામત છે અને રસ્તો ખુલી જતા કલાકો બાદ બસ સાથે સલામત સ્થળે જવા રવાના થયા છે ગઈકાલે ૧૦ વાગ્યાથી શ્રદ્ધાળુઓ ફસાયા હતા જે કલાકો બાદ આખરે અહીંથી નીકળવામાં સફળ થતા રાહત અનુભવી છે.

(11:31 am IST)