સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th October 2021

માળિયા હાઈવે પર સીસીટીવી કેમેરાની બેટરી અને ઈન્વેટર ચોરી કરનાર બે ઝડપાયા.

ચોરી કરેલ ૨૦ બેટરી, ૧૦ ઈન્વેટર અને કાર સહિતનો મુદામાલ જપ્ત.

માળિયા હાઈવે પર આવેલ સીસીટીવી કેમેરાની બેટરી અને ઈન્વેટર ચોરી કરતી ગેંગને માળિયા પોલીસ ટીમે દબોચી લઈને બે આરોપીને ઝડપ્યા હતા જે આરોપીઓ પાસેથી પોલીસે ચોરી કરેલ ૨.૮૮ લાખની કિમતના બેટરી, ઈન્વેટર અને કાર સહીત ૪.૩૮ લાખનો મુદામાલ જપ્ત કરાયો છે
મોરબી જીલ્લા એસપી એસ આર ઓડેદરાની સુચનાથી માળિયા પોલીસ ટીમ પેટ્રોલીગમાં હોય દરમિયાન હરીપર ગામના પાટિયા પાસેથી પસાર થતી આઈ ૨૦ કાર શંકાસ્પદ લાગતા ગાડી રોકીને બે ઇસમોને અટકાવી કારમાં તલાશી લેતા ૨૦ નંગ બેટરી અને ૧૦ ઈન્વેટર મળી આવ્યા હોય જેથી કારમાં સવાર આરોપીઓ ઉપેન્દ્ર મુરજી સુથાર રહે શિકારપુલ તા. ભચાઉ કચ્છ અને ઉમરદીન અવેશ જુએજા રહે શિકારપુર તા. ભચાઉ કચ્છ વાળાની સઘન પૂછપરછ કરતા બંને ઇસમોએ નેશનલ હાઈવે પર સીસીટીવી કેમેરામાં લાગેલ બેટરીઓ અને ઈન્વેટરોની ચોરી કર્યાની કબુલાત આપી હતી અને સુરજબારી નેશનલ હાઈવે ટોલનાકાના મેનેજર પાસે ખરાઈ કરતા બેટરીઓ અને ઈન્વેટર ચોરી થયાનું જાણવા મળ્યું હતું જેથી માળિયા પોલીસે બંને આરોપીઓ ઉપેન્દ્ર મુરજી સુથાર અને ઉમરદિન અવેશ જુએજા રહે બંને શિકારપુર ભચાઉ કચ્છ વાળાને ઝડપી લીધા હતા
અને આરોપીઓ પાસેથી બેટરી નંગ ૨૦ કીમત રૂ ૨,૪૮,૦૦૦ ૧૦ નંગ ઈન્વેટર કીમત રૂ ૪૦,૦૦૦ અને આઈ ૨૦ કાર જીજે ૦૩ ઈજી ૪૭૨૨ કીમત રૂ ૧,૫૦,૦૦૦ મળીને કુલ રૂ ૪,૩૮,૦૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
જે કામગીરીમાં માળિયા પીએસઆઈ એન એચ ચુડાસમા, ક્રિપાલસિંહ ચાવડા, વિશ્વરાજસિંહ ઝાલા, સંજયભાઈ રાઠોડ, જયપાલભાઈ લાવડીયા અને મહેન્દ્રસિંહ ચુડાસમા સહિતની ટીમ જોડાયેલ હતી.

(11:32 am IST)