સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th October 2021

જૈન જાગૃતી સેન્ટર મોરબી દ્વારા રજત જયંતી વષઁની ઉજવણી નીમીત્તે “સવઁરોગ નીદાન કેમ્પ” તથા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો : 320 દર્દીઓએ લીધો લાભ

મોરબી : જૈન જાગૃતી સેન્ટર મોરબી દ્વારા રજત જયંતી વષઁની ઉજવણી નીમીત્તે યોજેલ  “સવઁરોગ નીદાન કેમ્પ” તથા બ્લડ ડોનેશન કેમ્પમાં  તાજેતરમાં દશાશ્રીમાળી વણીક વાડી મોરબી ખાતે લગભગ ૩૨૦ દર્દીઓએ લાભ લીધેલ હતો.
ઉપરોકત કેમ્પમાં ડો.રવી પટેલ, ડો.વૈભવ દફતરી તથા ડો.વીવેક પટેલ ( રાઘાક્રીષ્ન હોસ્પિટલ),ડો.દીક્ષીત કાસુંદ્રા(કામ્યા સ્કીન કલીનીક),ડો.વીશાલ રૂપાલા (નેત્રા આંખની હોસ્પિટલ) એ સેવા આપી હતી.જેમાં દદીઁના  RBS,ECG, ફેફસાની તપાસ (PFT),બીપી,હદય , ડાયાબીટીશ,આંખ,ચામડીની તપાસ કરીને દવા વીનામુલ્યે આપવામાં આવી હતી.
સંસ્કાર બ્લડ બેન્ક માટે  કેમ્પમાં ૫૭ બોટલ રકત નું ડોનેશન મળ્યું હતું. મહીલાઓએ પણ મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કયુઁ હતું.કાયઁક્રમ સફળ બનાવવા જેજેસી પ્રમુખ જીતેન દોશી તથા સમગ્ર ટીમે ખુબ જહેમત ઉઠાવી હતી.

(11:34 am IST)