સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th October 2021

મોરબીના ટીંબડી પાસે જવલનશીલ પેટ્રોલીયમ પ્રવાહી સાથે બે પકડાયા

કાર, ટેઇલર તથા ૬ કેરબા ભરેલ પ્રવાહીના જથ્થા સહિત ૧૩.૧૩ લાખના મુદ્દામાલ સાથે અશ્વિન ગામી તથા વિજય રાઠોડની અટકાયત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૦ : મોરબી તાલુકા પોલીસે ટીંબડી નજીકથી બાયો ડીઝલ જેવું પેટ્રોલીયમ વાસવાળું જવલનશીલ પ્રવાહી વાહનમાં ઇંધણ તરીકે ભરી હવા પ્રદુષિત કરી તેમજ ટ્રેઇલરમાં આ પ્રવાહીના કેરબા મળી આવતા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબીના તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ટીંબડી ગામ નજીક કીપાસે પાટિયા પાસે આરોપી અશ્વિનભાઈ પ્રભુભાઈ ગામી રહે-ઉમા રેસીડેન્સી, પંચાસર રોડ મોરબી તથા વિજયકુમાર દેવજીભાઈ રાઠોડ રહે-વવાણીયા વાળાએ ગેરકાયદેસર રીતે બાયોડીઝલ જેવું પીળા કલરનું પેટ્રોલીયમ વાસવાળું જવલનશીલ પ્રવાહી વાહનમાં ઇંધણ તરીકે ભરવાથી હવા પ્રદુષિત થતી હોય તેમજ વાહન ચાલવાથી હવામાં ઝેરી પદાર્થ ફેલાય તેમજ પ્રવાહી પેટ્રોલીયમ વાસવાળું હોય જે સળગી ઉઠે તેવું પ્રવાહી હોય જે બાબતે કોઈ પણ જાતની સાવચેતી રાખ્યા વગર માણસોની જિંદગી જોખમાય તેવું બેદરકારીભર્યું કૃત્ય આચરી ગુન્હો કરી સ્થળ પર મહિન્દ્રા કંપનીની કેયુવી ૧૦૦ કાર જીજે ૩૬ બી ૪૬૧૦ કીમત રૂ,૩,૦૦,૦૦૦ તથા ટેઈલર જીજે ૩૬ ટી ૪૦૩૬ કીમત રૂ.૧૦,૦૦,૦૦૦ તથા ૩૦ લીટર ક્ષમતાવાળા કેરબા નંગ-૬ માં રહેલ બાયોડીઝલ જેવું પીળા કલરનું પેટ્રોલીયમ જવલનશીલ પદાર્થ આશરે ૧૮૦ લીટર કીમત રૂ.૧૩,૫૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૧૩,૧૩,૫૦૦ સાથે આરોપી અશ્વિનભાઈ ગામી અને વિજયકુમાર રાઠોડને ઝડપી લઈને તમામ મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:49 am IST)