સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th October 2021

આજે શરદપૂર્ણિમાઃ રાત્રે ચંદ્ર સોળે કળાએ ખીલશે

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં પ્રાચીન રાસ-ગરબાની રમઝટ સાથે દૂધ-પૌવાની પ્રસાદી લઇને લોકો ધન્યતા અનુભવશે

ટંકારા : મોરબી કંસારા યુવક મંડળ દ્વારા કંસારા જ્ઞાતિ માટે શરદોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. (તસ્વીર - અહેવાલ : હર્ષદરાય કંસારા-ટંકારા)

રાજકોટ તા. ર૦ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે શરદપુર્ણિમાની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે સવારે અનેક મંદિરોમાં વિશેષ પૂજન અર્ચન સહિતના કાર્યક્રમો યોજાયા છે.

આજે રાત્રે શરદપૂનમનો ચાંદ સોળે કળાએ ખીલશે. ચંદ્રના અજવાળે આજે પ્રાચીન રાસ-ગરબાની રમઝટ સાથે લોકો દૂધ - પૌવાની પ્રસાદી લઇને ધન્યતા અનુભવશે.

ધોરાજી

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી : ધોરાજીમાં ભકત શ્રી તેજાબાપાની જન્મ જયંતી ઉજવણી કાર્યક્રમોનું શરદ પુનમના દિને આયોજન કરાયું છે.

ધોરાજીમાં ભકત શ્રી તેજાબાપા અન્નક્ષેત્ર સહાયક મંડળ ટસ્ટ નેત્રયજ્ઞ સમીતી, કીર્તન મંડળ દ્વારા આજે શરદ પૂનમ દિને ભકત શ્રી તેજાબાપાની જન્મ જયંતી ઉજવણી કાર્યક્રમોનું આયોજન કરાયૂ છે. જેમાં ભકત શ્રી તેજાબાપાની જગ્યા ખાતે આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમ, મહાપ્રસાદનું આયોજન કરાયૂ છે. આ કાર્યક્રમમાં ભાવીકો ઉપસ્થિત રહેનારા છે.ઙ્ગઙ્ગ

ટંકારા

(હર્ષદરાય કંસારા દ્વારા) ટંકારા : મોરબી કંસારા યુવક મંડળ તથા સહિયરઙ્ગ ગ્રુપ દ્વારા કંસારા જ્ઞાતિનો શરદોત્સવ કંસારા જ્ઞાતિની વાડીમાં યોજાયેલ હતો.

યુવક મંડળના પ્રમુખ જયદીપભાઇ શેઠ, કેયુરભાઇ દંગી,ઙ્ગ મુકુલભાઈ કંસારા,ઙ્ગ સહિયર ગ્રુપના જાગૃતીબેન શેઠ, નિરાલીબેન કરથીયા, મનીષાબેન શેઠ વિગેરે દ્વારાઙ્ગ શરદોત્સવ નું આયોજન તથા સંચાલન કરાયેલ. બાળકો તથા ઉંમર મુજબઙ્ગ દીકરીઓની રાસ ગરબા હરીફાઈ ચાર ગ્રુપમાં યોજાયેલ. ૬૦થી વધુ દીકરીઓએ સ્પર્ધામાં ભાગ લીધેલ. શરદોત્સવમાં બાળાઓએ રાસ ગરબાની ભારે રમઝટ બોલાવેલ.

આ પ્રસંગે યુવક મંડળના પ્રમુખ જયદીપ શેઠ દ્વારા યુવક મંડળ દ્વારા કરાયેલ કામગીરી જણાવેલ.ઙ્ગરાસ ગરબા હરિફાઈના ચાર રાઉન્ડ થયેલ. દરેક રાઉન્ડના બેસ્ટ પ્રિન્સ, બેસ્ટ પ્રિન્સેસ બેસ્ટ એકશન તથા બેસ્ટ ડ્રેસ તે મુજબ એકથી ત્રણ નંબરનાને ઇનામો અપાયેલ.

કંસારા જ્ઞાતિના ટ્રસ્ટી રાકેશભાઈ કરથીયાએ યુવક મંડળ તથા સહિયર ગ્રુપ દ્વારા કરાયેલા આયોજનને બિરદાવેલ. બુધ્ધદેવ પોપટલાલ કંસારા પરિવાર (અખબારી એજન્ટઙ્ગ ટંકારા )દ્વારા દીકરીઓને શેઠ પરિવારઙ્ગ તરફથીઙ્ગ ઙ્ગતથા ગોવિંદ ભાઈ લાલજીભાઈ કંસારા, કાંતિલાલ નારણદાસ કંસારા, નીશીથભાઈ જયંતિલાલ દંગી, નરેન્દ્રભાઇ છોટાલાલ કંસારા તરફથી સોનાની ચૂંકનાઙ્ગ ઙ્ગઇનામો આપવામાં આવેલ. કમલેશભાઈ ચંદુલાલ શેઠ પરિવાર તરફથીઙ્ગ ઘડિયાળઙ્ગ પ્રોત્સાહન ઇનામમાં અપાયેલ. આ ઉપરાંત ધર્મેન્દ્રભાઈ ભોગીલાલ કંસારાઙ્ગ તથા રાકેશભાઈ જયંતિલાલ કંસારા તરફથીઙ્ગ દરેક બાળાઓને પ્રોત્સાહન ઈનામ આપવામાં આવેલ.

ઇનામ વિતરણ કંસારા જ્ઞાતિના પ્રમુખ ચંદુલાલ કંસારા, ટંકારા તાલુકા પત્રકાર હર્ષદરાય કંસારા, નરેન્દ્રભાઇ છોટાલાલ કંસારા, જયોતિબેન રાજેન્દ્રભાઈ દંગી, દિપકભાઈ જયંતિલાલ કંસારા, નીશીથ ભાઈ જયંતિલાલ દંગી વિગેરેના વરદ હસ્તે કરવામાં આવેલ.

નિર્ણાયક તરીકે મયુરીબેન કોટેચા એ સરાહનીય કામગીરી કરેલ. કાર્યક્રમમાં ચંદ્રકાંતભાઈ કંસારા, ટંકારા તાલુકા પત્રકાર હર્ષદરાય કંસારા, ચંદ્રેશભાઈઙ્ગ દીપકભાઈ દંગી આગેવાનો તથા જ્ઞાતિ જનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા.

(11:50 am IST)