સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th October 2021

જસદણ પાસે એસઓજી - એલસીબીએ વિદેશી દારૂનો જથ્થો ભરેલુ મેટાડોર ઝડપી લીધુ

૫૯૯ બોટલ દારૂ અને મેટાડોર સહિત ૪.૭૯ લાખનો મુદ્દામાલ કબ્જે : ચાલક બોઘરાવદરનો ધીરૂ ગોસાઇ છનન

તસ્વીરમાં દારૂ ભરેલ મેટાડોર નજરે પડે છે.

રાજકોટ તા. ૨૦ : જસદણ પાસે રૂરલ એસઓજી અને એલસીબીની ટીમે વિદેશી દારૂનો જથ્થો ભરેલુ મેટાડોર ઝડપી લીધું હતું. જો કે ચાલક નાસી છુટયો હતો.

પોલીસ અધિક્ષક બલરામ મીણા પ્રોહીબીશનના વધુને વધુ કેસો કરવા માટે

સુચના કરવામાં આવેલ હોય જે અનુસંધાને એસ.ઓ.જી પોલીસ ઇન્સપેકટર એસ.એમ.જાડેજા તથા એલ.સી.બી. પોલીસ ઇન્સપેકટર એ.આર.ગોહીલના સીધા જ માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી તથા એલ.સી.બી, બ્રાંચના માણસો જસદણ વિસ્તારમાં પેટ્રોલીમાં હતા. દરમ્યાન પો.હેડ કોન્સ જયવિરસિંહ રાણા તથા ધર્મેન્દ્રભાઇ ચાવડા તથા હિતેષભાઇ અગ્રાવત તથા પો.કોન્સ રણજીતભાઇ ઘાધલ ને બાતમી આધારે હકીકત મળેલ કે ધીરૂ ગોસાઇ રહે.બોઘરાવદર તા.જસદણ વાળો પોતાના કબ્જા ભોગવટાના ટાટા ૪૦૭ રજી.નં. જીજે-૦૩-એવી-૮૪૯૨ વાળામાં વિંછીયા તરફથી ગે.કા. રીતે વિદેશી દારૂનો જથ્થો ભરીને નિકળવાનો હોવાની ચોક્કસ અને ભરોસાપાત્ર હકિકત આધારે વોચમાં રહી રેઇડ કરતા ઇગ્લીસ દારૂની કુલ બોટલ નંગ- ૫૯૯ પકડી પાડી જસદણ પો.સ્ટે ખાતે ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

જો કે મેટાડોરનો ચાલક ધીરૂ ગોસાઇ પોલીસને જોઇ મેટાડોર રેઢુ મુકી નાસી છુટયો હતો. દારૂનો જથ્થો અને મેટાડોર મળી કુલ ૪,૭૯,૭૦૦નો મુદમાલ કબ્જે કરી ધીરૂની શોધખોળ હાથ ધરાઇ છે.

આ કાર્યવાહીમાં રૂરલ એસઓજીના પો.સબ. ઇન્સ. એચ.એમ.રાણા તથા જી.જે.ઝાલા તથા રૂરલ એલસીબીના પો.સબ.ઇન્સ. એસ.જે.રાણા, પો.કોન્સ. રહિમભાઇ દલ તથા પ્રણયભાઇ સાવરીયા રોકાયા હતા.

(12:42 pm IST)