સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th October 2021

મોરબીના ભરતનગર પાસે દારૂ ભરેલ કાર સાથે મહેન્દ્ર સાલાણી પકડાયો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૦ : મોરબી માળિયા હાઈવે પર ભરતનગર ગામના પાટિયા નજીકથી એક ઇસમને ઈનોવા કારમાં વિદેશી દારૂના જથ્થા સાથે તાલુકા પોલીસે ઝડપી લીધો હતો.

મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરા તથા ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પી આઈ એમ આર ગોઢાણીયાની સુચનાથી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્ટાફના યોગીરાજસિંહ જાડેજા તથા રવિરાજસિંહ ઝાલાને બાતમી મળી હતી કે મોરબી માળિયા હાઈવે પર ભરતનગર ગામના પાટિયા પાસેથી ઈનોવા કારમાં દારૂ ભરેલ હોવાની બાતમીના આધારે તપાસ કરતા ઈનોવા કાર નીકળતા તેને રોકવા જતા કાર ચાલક પોતાની કાર લઇ ભાગવા જતા તેને આંતરી કારને ઉભી રાખી કારમાંથી વિદેશી દારૂનો જથ્થો બોટલ નંગ-૧૫૬ કીમત રૂ.૫૮,૫૦૦ મળી આવતા આરોપી મહેન્દ્રભાઈ મનજીભાઈ સાલાણી રહે-ભચાઉ વાળાને ઝડપી પાડ્યો હતો જયારે માલ મોકલનાર સુરેશભાઈ નથુભાઈ સાલાણીનું નામ ખુલતા તેને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે

આ કામગીરી પીએસઆઈ વી.જી. જેઠવા, નરવીરસિંહ જાડેજા, નગીનદાસ નિમાવત, સુરેશભાઈ હુંબલ, મનીષભાઈ બારૈયા,યોગીરાજસિંહ જાડેજા, હરેશભાઈ આગલ, જયેશભાઈ ચાવડા, ફતેસંગ પરમાર, જયદીપભાઈ પટેલ, દિવ્યરાજસિંહ જાડેજા, રવિરાજસિંહ ઝાલા અને પંકજભા ગુઢડા સહિતની ટીમે કરેલ છે.

(12:43 pm IST)