સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th October 2021

સાવરકુંડલા જમીન વિકાસ બેંકની ચૂંટણી યોજાઇ

પ્રમુખ રાઘવભાઇ સાવલીયા, ઉપપ્રમુખ તરીકે બાબુભાઇ માલાણી

સાવરકુંડલા તા. ર૦ :.. તાલુકાની કૃષિ અને ગ્રામિણ વિકાસ સહકારી બેંકની શાખા સમિતિની ખેતી બેન્કના ડીરેકટર દિપકભાઇ માલાણીના અધ્યક્ષ સ્થાને પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણી માટેની બેઠકમાં પ્રમુખ તરીકે રાઘવભાઇ સાવલીયા (પીઠવડી) અને ઉપપ્રમુખ તરીકે બાબુભાઇ માલાણી (આંબરડી) ચૂંટાઇ આવતા સાવરકુંડલાના ઇતિહાસમાં આઝાદી બાદ સૌપ્રથમ વાર ભાજપે જમીન વિકાસ બેન્ક ઉપર બિનહરીફ કબજો જમાવતા બન્ને હોદેદારો અને ચૂંટણીની શરૂઆતથી જ સક્રિય રીતે ગોઠવણ કરી કિંગમેકરની ભૂમિકામાં રહેનાર દિપકભાઇ માલાણીને રાષ્ટ્રીય લેવલના સહકારી દિગ્ગજ દિલીપભાઇ સંઘાણી, સાંસદ નારણભાઇ કાછડીયા, જિ. ભાજપ પ્રમુખ કૌશીકભાઇ વેકરીયાએ શુભેચ્છા પાઠવેલ છે. ઉપરાંત બન્ને ઉમેદવારોને તાલુકા ભાજપ પ્રમુખ જયસુખભાઇ સાવલીયા, બાંધકામ સમિતિના ચેરમેન પુનાભાઇ ગજેરા, જી. પં. સદસ્ય શરદભાઇ ગૌદાની, લાલભાઇ મોર, લલીતભાઇ બાળધા, એ. પી. એમ. સી.ના ડીરેકટરશ્રીઓ જસુભાઇ ખુમાણ, અતુલભાઇ રાદડીયા, કિશોરભાઇ બુહા, ચેતનભાઇ માલાણી, સંઘના મેનેજર રાજુભાઇ, બાબુભાઇ કુબાવત, બાવચંદભાઇ ચોડવડીયા વિ. ચૂંટણી સ્થળે હાજર રહી અભિનંદન પાઠવેલ છે. ત્યારબાદ બન્ને ચૂંટાયેલા હોદેદારો  અને કાર્યકરો સાંસદ નારણભાઇ કાછડીયાના કાર્યાલયે આવતા ત્યાં શહેર ભાજપ પ્રમુખ અને નાગરીક બેંકના ચેરમેન પ્રવિણભાઇ સાવજ, વિજયસિંહ વાઘેલા, સુરેશભાઇ પાનસુરીયા, નીલેશભાઇ કચ્છી, સતીષભાઇ મહેતા, સંદીપભાઇ ભટ્ટ, મેબુબભાઇ જાદવ, વિઠલભાઇ કરજાળા સહિત કાર્યકરોએ શુભેચ્છા પાઠવેલ છે.

આ પ્રસંગે દિપકભાઇ માલાણીએ સાવરકુંડલામાં આપણે એક પછી એક વિજય શીખર સર કરવા માટે સદભાગી બન્યા છીએ. અને કોંગ્રેસ પાસેથી સૌ પ્રથમ માર્કેટીંગ યાર્ડ, તાલુકા પંચાયત, નગરપાલીકા, જિલ્લા પંચાયત અને નાગરીક સહકારી બેન્ક સર કર્યા બાદ એકમાત્ર જમીન વિકાસ બેન્ક બાકી હતી. જેમાં પણ આજે આપણે સફળ થયા છીએ. અને હવે એક શિખર બાકી રહયુ છે તે આપણે ર૦રર માં સર કરવાનું છે. તે માટે કમળને વિજય બનાવવા અત્યારથી જ સંકલ્પ અને સહીયારા વ્યુહાત્મક પુરૂષાર્થમાં  લાગી જઇએ. એટલે ચોકકસ સર કરી શકીશું.

આજે કોંગ્રેસ પાસે કોઇ સ્થાનીક સંસ્થા રહી નથી. એ પાર્ટીને કેવા સફળ અને યશસ્વી ધારાસભ્ય મળ્યા કે જે પક્ષ પાસે ર૦૧૬ માં નગરપાલીકા, તાલુકા પંચાયત, માર્કેટ યાર્ડ, નાગરીક સહકારી બેન્ક, ખેતી બેન્ક, જિ. પં. ની બધી સીટો હતી. તેમાંથી ર૦ર૧ માં એક પણ સંસ્થા રહેવા દીધી નથી. જો કે આજની અમરેલી કોંગ્રેસ જેને લાયક છે તેવુ જ લોકોએ કરી બતાવ્યુ છે. આજકી અમરેલી... ને કોઇ સંસ્થાઓમાં બેસીને લોકોના, જાહેર જીવનના કામ કરવા કરતા હોટલમાંથી બધુ કરવાની પ્રાયોરીટી અને પસંદગી વાળી છે. હવે કોઇ સંસ્થા તેમની પાસે બચી નથી. એટલે હોટલ પુરતી સીમિત બની રહી છે. જેને લાયક છે તેવું જ થયું છે.

(12:46 pm IST)