સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th October 2021

જુનાગઢમાં જુગાર રમતા ૪ શખ્સો રોકડ સાથે ઝડપાયા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.ર૦ : જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવાર તથા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષક પી.જી.જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારોમાં દારૂ તથા જુગારના બુટલેગરો તથા આવી પ્રવૃતીમા અગાઉ પકડાયેલ ઇસમો ઉપર ખાસ વોચ રાખી કડક હાથે કામ લેવા સુચના આપી હતી. અનુસંધાને એ ડીવી.પો.સ્ટે.ના પો.ઇન્સ. એમ.એમ.વાઢેરની સુચના મુજબ પો.સબ ઇન્સ એ.કે. પરમાર સા.તથા પો.સબ ઇન્સ. એ.બી.દતા તથા એ.એસ.આઇ. એમ.ડી.માડમ તથા પો.હે. કોન્સ. પંકજભાઇ લાલજીભાઇ તથા પો.કોન્સ. સંજયભાઇ સવદાસભાઇ તથા પ્રવીણભાઇ રાણીંગભાઇ તથા દિનેશભાઇ રામભાઇ તથા કલ્પેશભાઇ ગેલાભાઇ વિગેરે પો.સ્ટાફના માણસો જુનાગઢ એ ડીવી પો.સ્ટે. હાજર હતા.દરમ્યાન પો.હે.કો.પંકજભાઇ લાલજીભાઇ નાઓને તેમના અંગત બાતમીદાર રાહે બાતમી હકીકત મળેલ કે જુનાગઢભરડાવાવ ચામુડામાતાજીનો ઢોરા પાસે જાહેર રોડ પર અમુક ઇસમો ગંજી પતાના પાના પૈસા વડે હારજીતનો તીનપત્તીનો જુગાર રમે છે. તેવી હકીકત મળતા પંચો સાથે ઉપરોકત બાતમી હકીકત વાળી જગ્યાએ રેઇડ કરતા જુગાર રમતા કુલ ૪ ઇસમો રોકડ રૂ. ૧ર,૦પ૦ તથા ગંજીપત્તાના પાના નંગ પર સાથે મળી આવી પકડાઇ ગયેલ હોય તમામ મુદામાલ કબજે કરી એ ડીવી.પો.સ્ટે જુગાર ધારા ક.૧ર મુજબ ગુન્હો રજી. કરાવેલ છ.ે

પોલીસે (૧) રોહીતભાઇ ભીખાભાઇ જમોડ જાતે કોળી ઉ.૩ર રહે. ભરડાવાવ ચાંમુડા માતાજીનો ઢોરા પાસે જુનાગઢ, (ર) વિજય અમરૂભાઇ ખાખડીયા જાતે દરબાર ઉ.૩૮ રહે. ગીરનાર દરવાજા એભાભાઇને ઘર પાસે જુનાગઢ (૩) સમીર સાજીદભાઇ શેખ જાતે સીપાઇ ઉ.ર૧ રહે ધારાગઢ દરવાજા પાસે ગેબનશાપીરની દરગાહ પાસે જુનાગઢ (૪) જયરાજ અમરૂભાઇ ખાખડીયા જાતે દરબાર ઉ.૩પ ગીરનાર દરવાજા એભાભાઇના ઘર પાસે જુનાગઢની ધરપકડ કરી છ.ે રોકડ રૂ.૧ર.૦પ૦ જપ્ત કરેલ છ.ે આ કામગીરી એ ડીવી પો.સ્ટે.ના પો.ઇન્સ. એમ.એમ.વાઢેરની સુચના મુજબ પો.સ.ઇ.એકે. પરમાર આ તથા પો..સ.ઇ. એ.બી.દતા, સા.તથા એ.એમ.આઇ એમ.ડી.માડમ તથા પો.હે.કો.પંકજભાઇ લાલજીભાઇ તથા પો.કો.સંજયભાઇ સવદાસભાઇ તથા કલ્પેશભાઇ ગેલાભાઇ તથા દિનેશભાઇ રામભાઇ તથા પ્રવીણભાઇ રાણીગભાઇ વિ. પોલીસ સ્ટો કરેલ છ.ે

(1:09 pm IST)