સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th October 2021

જેતપુર બસ સ્ટેન્ડ પાછળ ફુટપાથ ઉપર રેંકડી દ્વારા જગ્યાનું દબાણ કરી મહિને ભાડુ વસુલતા હોવાની ચર્ચા

ખાણીપીણીની રેંકડીઓ પાસે જ ગંદકીના ઢગલા રોગચાળાને આમંત્રણ

જેતપુર તા. ર૦ :.. શહેરમાં પાલીકા દ્વારા લોકોને ચાલવા માટે ફુટપાથ બનાવવામાં આવેલ છે પરંતુ ફુટપાથનો ઉપયોગ રાહદારીના બદલે દુકાનદાર તેમજ રેંકડીવાળાઓ મોટા પાયે દબાણ કરીને બેસી જાય છે અત્રેના બસ સ્ટેન્ડ પાછળના ભાગમાં ફુટપાથ બનાવવામાં આવેલ છે.

પરંતુ ત્યાં લારીવાળાઓએ પોતાનો કબજો જમાવી દીધો છે. ભુતકાળમાં અહીં વર્ષોથી કેબીનો બની ગયેલ હોય. તે દબાણ મહામુસીબતે દૂર કરાવલ ફરી અહીં રેંકડીઓ કાયમી રાખી દેવામાં આવી છે. આ વાત ત્યાં સુધી અટકતી નથી અમુક લોકોએ રેંકડીથી જગ્યા રોકી સરકારી જગ્યા ઉપર દબાણ કરી તેને ભાડે આપી દેવામાં આવી છે. અને તેના મહિને પ થી ૮ હજાર રૂપિયાનું ભાડુ વસુલતા હોય તેવી ચર્ચા થવા લાગી છે.

આ રેકડી ધારકો ખાણીપીણીની રેંકડી રાખતી હોય હાલના રોગચાળા વાળા વાતાવરણમાં ચોખ્ખાઇ રાખવી જરૂરી હોય છે. પરંતુ અમુક લોકો ત્યાં જ કચરો કરી ગંદકીના ઢગલા જમા કરે છે. જ આ કારણે લોકોનું આરોગ્ય જોખમય રોગવાળો વકરે તે પહેલા તંત્ર આ પ્રશ્નનું નીરાકરણ લાવે તેમજ અહીં રેંકડી કાયમી ન રહે જેથી દબાણ થઇ જાય માટે હરતી ફરતી રેંકડી રાખવા દેવામાં આવે ઉપરાંત અહીં નાસ્તો કરવા આવતા લોકો આડેધડ વાહનો પાર્કીંગ કરતા હોય અવારનવાર ટ્રાફીક જામ થઇ જાય છે. અહીં એસ. ટી. બસો પસાર થતી હોય વાહનોની થપ્પા લાગી જાય છે.

રેંકડી ધારકો વાહનો સાઇડમાં પાર્ક કરવાનું પણ કહેતા નીથ હાલ કોરોનાની ગાઇડ લાઇન પ્રમાણે સોશ્યલ ડીસટન્સ રાખવી જરૂરી હોય પરંતુ અહીં રેંકડી એટલી ગીચ રીતે રાખવામાં આવેલ છે કે તેનું પાલન થતું નથી.

તંત્ર દ્વારા અહીં પેશકદમી દુર કરાવવામાં આવે અને જે લોકો ગંદકી કરે છે તેને દંડ ફટકારવામાં આવે તેવુ લોકો ચર્ચી રહ્યા છે.

(1:11 pm IST)