સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th October 2021

ખોટી ફરીયાદમાં ફસાવી દેવાની મહિલાએ ધમકી આપતા પોરબંદર પંથકના યુવાનનો આપઘાત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૦: પોરબંદર તાલુકાના બગવદર ગામે રહેતા ગોવિંદ મુરૂભાઈ સીંગરખીયા ઉ.વ. ૬પ એ મેઘપર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે,  આ કામેના આરોપી હંસાબેન રાજશીભાઈ ઉર્ફે મગનભાઈ સીંગરખીયા રહે. સોઢાણા ને આ કામે મરણ જનાર નિતેષ ગોવિંદભાઈ સીંગરખીયાએ આરોપીની દિકરીની સગાઈ વખતે એક વર્ષ પહેલા આઠ હજાર રૂપિયા આપેલ હતા તે અવાર–નવાર માંગવા છતા પૈસા નહીં આપી તેમજ વધુ પૈસાની માંગણી કરી નહીં આપે તો પોલીસમાં ખોટી ફરીયાદમાં ફસાવી દેવાની ધમકી આપી થોડા થોડા પૈસા અવાર–નવાર લઈ માનસિક રીતે હેરાન કરી પૈસા નહીં આપે તો પોલીસમાં ફસાવી દેવાનો પ્રયત્ન કરી ત્રાસ આપી મરી જવા મજબુર કરતા મરણ જનાર નિતેષએ ઝેરી દવા પી લેતા મૃત્યુ પામેલ છે.

જુગાર રમતી ૩ મહિલા ઝડપાઇ

જામજોધપુર પોલીસ મથકના એ.બી.જાડેજાએ દક્ષાબેન દેવેન્દ્રભાઈ ઘેટીયાના રહેણાંક મકાને દેવભૂવનની બાજુમાં જામજોધપુરમાં રેઈડ કરતા ત્યાંથી મંગળાબેન ચંદુભાઈ નનેરા, બુધીબેન ઓઘડભાઈ રાઠોડ, પન્નાબેન રાજેશભાઈ કાનાબાર, ભુટાભાઈ કારાભાઈ કરમુર, નવાઝ ઉર્ફે બાઠીયો સુલેમાન સંધીને જુગાર રમતા રોકડ રૂ. ૧૦૦૮૦ સાથે ઝડપી પાડયા હતા.

ભૂલથી એસીડ પી ગયેલ મહિલાનું મૃત્યુ

અહીં નવાગામ ઘેડ જસવંત સોસાયટીમાં રહેતા હિતેશ રસીકભાઈ રાઠોડ ઉ.વ. ૪પ એ પોલીસમાં જાહેર કરેલ છે કે, જયશ્રીબેન હિતેષભાઈ રાઠોડ ઉ.વ. ૩ર પોતાના ઘેર વીસેક દિવસ પહેલા એસીડની બોટલનું ઢાંકણુ મોટેથી ખોલવા જતા થોડુ એસીડ પી જતાં સારવાર દરમ્યાન મૃત્યુ નિપજેલ છે.

(1:11 pm IST)